મહાસંગ્રામ: વર્લ્ડકપમાં 24 ઓકટોબરે ભારત સામે મેદાનમાં ઉતરશે પાકિસ્તાન- આ ખેલાડીઓને ટીમમાં મળશે સ્થાન

ક્રિક્રેટ: આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા (Team India) T-20 પહેલા જ મેચ (Match) ની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે હાલમાં પાકિસ્તાન અને ભારત (Pakistan…

ક્રિક્રેટ: આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા (Team India) T-20 પહેલા જ મેચ (Match) ની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે હાલમાં પાકિસ્તાન અને ભારત (Pakistan and India) વચ્ચેની મેચને લઈ ભારે ચર્ચાઓ જામી છે ત્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ (Pakistan cricket team) દ્વારા પોતાના પ્લેયિંગ-11ની જાહેરાત કરી દેવાઈ છે.

બંન્ને ટીમોની વચ્ચે 24 ઓક્ટોબરે મેચનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે T20 World Cup 2021નો આ સૌપ્રથમ મુકાબલો છે ત્યારે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 3 ફાસ્ટ બોલર એકસાથે ઉતરી શકે છે, આની સાથોસાથ જ 4 ઓલરાઉન્ડર પણ ઉતારવામાં આવી શકે છે.

જો કે, ટી-20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાની ટીમે આજદિન સુધીમાં ક્યારેય પણ ટીમ ઈન્ડિયાને પરાજય આપી શકી નથી ત્યારે હવે જોવું જ રહ્યું કે, કેપ્ટન બાબર આઝમ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આમ આ મેચ એ સેકંડો લોકોનું ધ્યાન આકર્ષિત કરશે.

વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે પાક ટીમ:
ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું કે, મેચમાં ટીમ વરિષ્ઠ તથા અનુભવી ખેલાડીઓ સાથે રમશે. જો ત્યાં કોઈ ફિટનેસ સમસ્યા નથી, તો બાદમાં જે ટીમ પ્રેક્ટિસ મેચમાં જશે તે જ ભારત સામે મેદાનમાં ઉતરશે. સૂત્રનાં જણાવ્યા મુજબ, પ્લેઇંગ-11માં બાબર આઝમ, મહોમ્મદ રિઝવાન, ફખર ઝમા,મહોમ્મદ હફીઝ,શોએબ મલિક તથા આસિફ અલીને તક મળી શકે છે.

આપને જણાવી દઇએ કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી, જ્યારે ફખરે 46 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આની સાથે જ હાફીઝ અને મલિક પણ બોલિંગ કરે છે. ઓલરાઉન્ડર શાદાબ ખાન તથા ઈમાદ વસીમ પણ ભારત સામેની મેચમાં જોવા મળશે.

એવું જાણવા મળી રહ્યું છે કે, વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધની મેચમાં વાઈઝ કેપ્ટન તથા લેગ સ્પીનર શાદાબ ખાને 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. જ્યારે લૅફ્ટી સ્પિનર ઈમાદે 3 ઓવરમાં 6 રન આપીને એક વીકેટ ઝડપી લીધી હતી. હવે આગળ જોવું જ રહ્યું કે, શું થાય છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *