LAC પર ભારતીય જવાનોને ચીન વિરૂદ્ધ કડક કાર્યવાહીની મળી છૂટ: સૂત્ર

રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે લદ્દાખની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા…

રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે લદ્દાખની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઇપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પુરી સ્વતંત્રતા આપવામાં આવી છે. ચીનની નજીક આવેલી સીમાની રક્ષા માટે ભારત અલગ રીત અપનાવશે. ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

એરફોર્સના જવાનોની રજા કેન્સલ

સૂત્રોના જણાવ્યા અનુસાર જવાનોની રજા કેન્સલ કરવામાં આવી છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શન આરકેએસ ભદોરિયા ગઇકાલે જ કહી ચૂક્યા છે કે વાયુસેના કોઇ પણ પડકાર માટે તૈયાર છે.

ભારતીય સૈનિકોએ ચીનની બર્બરતાનો લીધો બદલો

ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ કમાંડિંગ ઓફિસર કર્નલ બી. સંતોષ બાબૂ શહીદ થયા બાદ ભારતીય જવાનોએ ચીની સેના પર કહેર વર્તાવ્યો હતો. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીની બર્બરતાનો યોગ્ય બદલો લીધો છે. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોની ગરદન તોડી દીધી. ચીનના ઘણા સૈનિકોની કમર તોડી તોડી દીધી. સૂત્રોના અનુસાર ભારત-ચીનના સૈનિકોની વચ્ચે લગભગ 4 કલાક સુધી ઝપાઝપી ચાલી હતી.

એટલું જ નહી, ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનના અહમને ચકનાચૂર કરી દીધો છે. હિંદના જાંબાજોના શૌર્યથી ચીનની તાકાત પર એવું ગ્રહણ લાગ્યું કે જેન ચીન ક્યારેય પણ ભૂલી શકશે નહી. સૂત્રોના અનુસાર ગલવાન ઘાટીની ઝડપમાં ભારતીય સેનાના ચીનના એક કર્નલને જીવતો પકડી લીધો હતો. ભારતીય સેના સાથે ટકરાવમાં ચીનના 43 જેટલા સૈનિકો નુકસાન પહોચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *