‘દેશના ઈતિહાસમાંથી પૂરી થવા જઈ રહી છે કોંગ્રેસ, જો કોઈ PM મોદીને રોકી શકે એમ છે તો એ…’ – જાણો કોણે કરી આ વાત

આજે સૌં કોઈ જાણે છે કે ગુજરાત (Gujarat) માં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ની મિલીભગત છે. તમે કોંગ્રેસને વોટ આપશો તો તેઓ જીતીને ભાજપમાં…

આજે સૌં કોઈ જાણે છે કે ગુજરાત (Gujarat) માં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ની મિલીભગત છે. તમે કોંગ્રેસને વોટ આપશો તો તેઓ જીતીને ભાજપમાં જતા રહેશે. ભાજપને લાગે છે કે મુઘલો જવાબદાર છે તો. ઔરંગઝેબ જવાબદાર છે પેટ્રોલના ભાવ વધારા માટે. અકબર જવાબદાર છે બેરોજગારી માટે. શાહજહાં જવાબદાર છે વધતી મોંઘવારી માટે…

શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે AIMIM દ્વારા આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ ગુજરાતમાં પગપેસારો કરવા માગે છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. ઓવૈસીએ મુસ્લિમોને પોતાના હક અને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો.

ત્યારે AIMIMએ પણ ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની તમામ તૈયારી શરૂ કરી દીધી છે. તો આ તરફ મુસ્લિમ સમાજના જ યુવાનોએ અસદુદ્દીન ઓવૈસીને કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ કર્યો હતો. અહીં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં તમે જ્યાં સુધી પોતાનો અવાજ ગૂંજવશો નહીં ત્યાં સુધી તમારી સમસ્યાઓનું નિવારણ નહીં આવે.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (Asduddin Owaisi on Congress) જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી દેશના ઈતિહાસમાંથી પૂરી થવા જઈ રહી છે. કૉંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીનો મુકાબલો નથી કરી શકતી. જો કોઈ મોદીને રોકવાનું જાણતો હોય તો તે છે અસદુદ્દિન ઓવૈસી છે. જો તમે કૉંગ્રેસને વોટ આપશો તો તેઓ જીતીને ભારતીય જનતા પાર્ટીમાં જશે. કૉંગ્રેસના નેતાઓ (Asduddin Owaisi on Congress) જીતીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને નરેન્દ્ર મોદી (Asduddin Owaisi on Narendra Modi ) સાથે બેસીને ચા પીવે છે. આ લોકો મુઘલોની વાત કરે છે, પરંતુ ભારતના મુસલમાનોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં પહેલી મસ્જિદ કેરળમાં બનાવવામાં આવી હતી. મુઘલોએ નહીં બનાવી હતી. આ લોકોને ફક્ત મુઘલો જ દેખાય છે.

હાલ દેશભરમાં ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જીદ મુદ્દે તેમણે જાહેર માં કહ્યું, જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠ્યો તો ના કોંગ્રેસ બોલ્યું, ના કેજરીવાલ બોલ્યા, ફક્ત ઓવૈસી બોલ્યો. આ લોકો મુઘલોની વાત કરે છે. પરંતુ ભારતના મુસલમાનોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં પહેલી મસ્જિદ કેરળમાં બનાવવામાં આવી હતી, મુઘલોએ બનાવી નહોતી.

સુરત ખાતે યોજાયેલી પ્રચંડ જનસમર્થન સાથેની સભામાં જનસભામાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM President Asaduddin Owaisi) જણાવ્યું હતું કે, ગુજરાતના મુસલમાનોને એવું લાગે છે કે, અમારી ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. અમને જેલમાં નાખવામાં આવે છે. અમારા ઘર અને અમારા વેપાર ઉપર બૂલડોઝર મશીન ચલાવી દેવામાં આવે છે. તો તમારે એક મોટી તાકાત બનવાની જરૂર છે. તમારા સૂત્રોચ્ચારથી તમારી સમસ્યાનું નિવારણ નહીં થાય. તમે બધા એક થઈને જો તમારી પાર્ટી બનાવશો. તો જ તમારો આવાજ સાંભળવામાં આવશે. તમારો હક મેળવવા મેદાને ઉતરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *