ભારતીય ક્રિકેટ ટીમે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ…

Published on Trishul News at 9:13 AM, Wed, 24 October 2018

Last modified on October 24th, 2018 at 9:13 AM

ઈન ફોર્મ ટીમ ઈન્ડિયા આજે રમાનારી વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડેમાં પણ શાનદાર જીતનો સિલસિલો જારી રાખવાના ઈરાદા સાથે ઉતરશે. રોહિત શર્મા અને કોહલીએ આક્રમક સદીઓ ફટકારવાની સાથે તેમનો ફોર્મનો પરચો દેખાડી દીધો છે, તેની સાથે સાથે વેસ્ટ ઈન્ડિઝને ચેતવણી આપી છે કે, ભારતમાં ૩૫૦નો સ્કોર પણ સલામત કહી શકાય નહી.

પ્રથમ વન ડેમાં જોશભર્યા વિજયથી ઉત્સાહિત ભારત શ્રેણીમાં સરસાઈ બેવડાવી દેવા માટે કટિબદ્ધ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને શ્રેણીમાં પાછા ફરવાની આશા છે. ભારત આવતીકાલે રમવા ઉતરશે તે સાથે ૯૫૦ વન ડે રમનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બની જશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વન ડે રમવાનો રેકોર્ડ ધરાવતું ભારત હવે એક નવુ સોપાન સર કરવા જઈ રહ્યું છે. ભારત ૯૫૦મી વન ડે રમવા જઈ રહ્યું છે, જ્યારે સૌથી વધુ વન ડે રમવામાં બીજા ક્રમે રહેલું ઓસ્ટ્રેલિયા ૯૧૬ વનડે મ્યું છે. જ્યારે પાકિસ્તાન ૮૯૯ વન ડે રમીને ત્રીજા ક્રમે છે. ભારતે ૯૪૯ વન ડેમાં ૪૯૦ વિજય મેળવ્યા છે. જ્યારે ૪૧૧માં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે. વિશાખાપટ્ટનમાં આવતીકાલે બપોરે ૧.૩૦થી શ્રેણીની બીજી મેચ શરૃ થશે, તેની સાથે ભારત આ નવું સિમાચિહ્ન હાંસલ કરી લેશે.

તેંડુલકરનો ૧૦,૦૦૦ રનનો રેકોર્ડ તોડવાની કોહલીને તક

ભારતીય કેપ્ટન કોહલી અવનવા રેકોર્ડ સર્જતો રહ્યો છે અને વિન્ડિઝ સામેની પ્રથમ વન ડેમાં ૧૪૦ રનની ઈનિંગ બાદ હવે તે વન ડેમાં ૧૦,૦૦૦ રન પુરા કરવાની નજીક પહોચી ગયો છે. કોહલી પાસે તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગમાં ૧૦,૦૦૦ રન પુરા કરવાના રેકોર્ડને તોડવાની તક છે. સચિન તેંડુલકરે ૨૫૯ વન ડે ઈનિંગમાં ૧૦,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો.

કોહલી હાલમાં જબરજસ્ત ફોર્મમાં છે અને તેણે પ્રથમ ગુવાહાટી વન ડેમાં ૧૪૦ રન ફટકાર્યા હતા. આ સાથે કોહલીએ ૨૧૨ વન ડેની ૨૦૪ ઈનિંગમાં ૯,૯૧૯ રન ફટકારી દીધા છે. હવે જો તે આવતીકાલે વધુ ૮૧ રન નોંધાવશે તો કારકિર્દીના ૧૦,૦૦૦ રન માત્ર ૨૦૫ ઈનિંગમાં પુરા કરી લેશે. આ સાથે તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખશે.

Be the first to comment on "ભારતીય ક્રિકેટ ટીમે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ…"

Leave a comment

Your email address will not be published.


*