ફક્ત આ 2 ઉદ્યોગોને મંદી બિલકુલ નથી નડી, બાકી બધા ઉદ્યોગો બન્યા છે મંદીના શિકાર

હાલ ભારતમાં મંદીનો મહોલ દિવસેને દિવસે વધ્યો છે, જેના કારણે મોટા મોટા ઉદ્યોગોમાં ઉત્પાદન અને આવકનો દર પણ ખુબ ઘટ્યો છે. દરેક ક્ષેત્રને મંદીએ તેનો…

હાલ ભારતમાં મંદીનો મહોલ દિવસેને દિવસે વધ્યો છે, જેના કારણે મોટા મોટા ઉદ્યોગોમાં ઉત્પાદન અને આવકનો દર પણ ખુબ ઘટ્યો છે. દરેક ક્ષેત્રને મંદીએ તેનો શિકાર બનાવ્યો છે, પરંતુ ભારતમાં હાલ એવા ઉદ્યોગો છે જેને મંદી સેજ પણ નડી નથી.

ભારતના કોર સેક્ટર માનવામાં આવતા મુખ્ય આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઉત્પાદનમાં ઓક્ટોબર 2019 માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં કોર સેક્ટરનું ઉત્પાદન 5.8 ટકા જેટલું ઘટ્યું છે. જે છેલ્લા ઉત્પાદનમાં 14 મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલા સપ્ટેમ્બર 2019 માં પણ કોર સેક્ટરમાં 5.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો દર નોંધવામાં આવ્યો છે.

ગત વર્ષમાં ઓક્ટોબર 2018 માં કોર સેક્ટરના ઉત્પાદનમાં 4.8 ટકાનો વધારો થયો હતો. ઓક્ટોબર મહિનામાં કોર સેક્ટરના મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી 6 ક્ષેત્રોમાં નકારાત્મક વૃદ્ધિદર જોવા મળ્યો છે. આ સાથે એપ્રિલ મહિનાથી ઓક્ટોબર સુધીના 6 મહિના દરમિયાન ભારતના મુખ્ય ગણાતા ઔદ્યોગિક ક્ષેત્રોના ઉત્પાદનમાં માત્ર 0.2 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે તેની અગાઉના સમાન સમયગાળામાં આ ઉત્પાદન વૃદ્ધિદર 5.4 ટકા જેટલો ઉંચો હતો.

કોલસાના ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો: જાણો અહીં

ઓક્ટોબર મહિનામાં કોલસાના ઉત્પાદનમાં સૌથી વધારે 17.6 ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન 5.1 ટકા અને નેચરલ ગેસનું ઉત્પાદન 5.7 ટકા ઘટ્યું છે. તો રિફાઇનરી પ્રોડક્ટોનો ઉત્પાદન વૃદ્ધિદર વર્ષ પૂર્વેના 1.3 ટકાની સામે આ વખતે ઘટીને માત્ર 0.4 ટકા જ રહ્યો છે.

સિમેન્ટ અને સ્ટીલમાં નેગેટીવ ગ્રોથ જોવા મળ્યો છે, વાંચો અહીં

સાથે-સાથે સિમેન્ટ, સ્ટીલ અને ઇલેક્ટ્રીસિટી સેક્ટરનો પ્રોડેક્શન રેટ પણ ખુબ નેગેટિવ બન્યો છે. ઓક્ટોબરમાં સિમેન્ટનું ઉત્પાદનમાં -7.7 ટકાનો નકારાત્મક દર હતો. તેવી જ રીતે સ્ટીલ સેક્ટરમાં -1.6 ટકા અને ઇલેક્ટ્રીસિટી સેક્ટરમાં -12.4 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે. જે ખુબ જ ખરાબ પરિણામ છે.

ફકતને ફક્ત ખાતરના ઉત્પાદનમાં ભારે વધારો, જાણો અહીં

છેલ્લા ઘણા મહિનાથી ખાતરના ઉત્પાદનમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. મુખ્ય આઠ કોર સેક્ટર પૈકી આ એક ફર્ટિલાઇઝર સેક્ટરમાં જ મજબૂત અને મક્કમ વૃદ્ધિ નોંધાઇ છે. ઓક્ટોબર મહિનામાં વાર્ષિક તુલનાએ ભારતમાં ખાતરનું ઉત્પાદન 11.8 ટકા વધ્યું છે. જે ખુબ જ સારી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *