જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, એક સાથે આટલા આતંકીઓને કર્યા ઠાર- મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

શ્રીનગર(Srinagar): જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના ઉરી(Uri)માં 3 પાકિસ્તાની આતંકવાદીઓ(Terrorists)નો ખાત્મો કર્યો છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો…

શ્રીનગર(Srinagar): જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના ઉરી(Uri)માં 3 પાકિસ્તાની આતંકવાદીઓ(Terrorists)નો ખાત્મો કર્યો છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો(Weapons and explosives) જપ્ત કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 5 એકે 47 રાઇફલ, 7 પિસ્તોલ, 1 રિવોલ્વર, 5 એકે 47 મેગેઝીન, 69 ગ્રેનેડ, ભારતીય ચલણમાં 35000 રૂપિયા અને પાકિસ્તાની ચલણમાં 3700 રૂપિયા જપ્ત કર્યા છે.

સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, પાકિસ્તાનથી 6 આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસવા જઈ રહ્યા છે અને 3 દિવસ પહેલા સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધી આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓના ખાત્મોની પુષ્ટિ થઈ ચૂકી છે, હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ બાદ સેના દ્વારા ઉરી સેક્ટરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ઓપરેશન 18 સપ્ટેમ્બરની રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું અને સાવચેતીના પગલા તરીકે સોમવારે સરહદી નગરમાં તમામ ટેલિકોમ સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવતા કહ્યું હતું કે, સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિયંત્રણ રેખા પર વાડ નજીક દુશ્મન સાથેના પ્રારંભિક સંપર્કમાં એક સૈનિક ઘાયલ થયો હતો. જેથી ઘૂસણખોરો જો કોઈ હોય તો અંતરિયાળ વિસ્તારમાં પ્રવેશી ન શકે તેની ખાતરી કરવા માટે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી તે વિસ્તાર ગોહલાન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી આતંકવાદીઓએ સપ્ટેમ્બર 2016 માં ઉરી બ્રિગેડ પર હુમલો કર્યો હતો.

થોડા કલાકો પહેલા જ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચિત્રગામ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના સમાચાર હતા. જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે, અનાયત અહમદ ડાર નામનો આતંકવાદી આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આ એ જ વિસ્તાર છે જ્યાં બુધવારે મોડી સાંજે આતંકીઓ દ્વારા એક નાગરિક ઘાયલ થયો હતો. માનવામાં આવે છે કે આ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *