નેપાળ ભલે ચીનના આંધળા પ્રેમમાં બંધાઈ ગયું પણ મુશ્કેલીના સમયમાં ભારતે જ આપ્યો સાથ- જાણો વિગતે

Published on Trishul News at 1:49 PM, Mon, 10 August 2020

Last modified on August 10th, 2020 at 1:49 PM

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે ભારત-ચીનની વચ્ચે ઘણો મોટો વિવાદ હાલમાં ઊભો થયો છે. નેપાળ પણ ચીનની સાથે ઉભુ રહ્યું છે. પરંતુ આ મહામારીને કારણે નેપાળને પણ ભારત સરકારની સામે ઝૂકવું પડ્યું છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ચીનની સાથે મળીને નેપાળ હાલમાં સીમા વિવાદ સહિતની ઘણી સમસ્યા આપી રહ્યું છે. પરંતુ ભારતે મુશ્કેલીનાં સમયમાં નેપાળની સાથે ફરી એકવાર મિત્રતાની મિશાલ રજૂ કરી બતાવી છે. કોરોના મહામારીની સામે ઝઝૂમી રહેલ નેપાળને નવી દિલ્હીથી આ સંકટની સામે લડવા માટે કાઠમાંડુને કુલ 10 વેન્ટિલેટર આપવામાં આવ્યાં છે.

અહી ઉલ્લેખનીય છે, કે હાલમાં જ નેપાળ સીમા વિવાદ પછી અયોધ્યા તેમજ ગૌતમ બુદ્ધનો વિવાદ પણ ઉભો કર્યો છે.ભારતીય સેના દ્વારા નેપાળને કુલ 10 વેન્ટિલેટર આપવામાં આવિ રહ્યાં છે. જેનાંથી કોરોનાથી સંક્રમિત લોકોનાં જીવન બચાવી શકાય.

કાઠમાંડૂમાં ભારતીય રાજદૂત વિનય મોહન કલાત્રાએ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ પૂર્ણ ચંદ્ર થાપાને વેન્ટિલેટર સોંપતાં તેઓને વિશ્વાસ અપાવ્યો હતો, કે ભારત સરકાર નેપાળની તમામ સંભવ એટલી મદદ કરવાં માટે તૈયાર જ છે.નેપાળનું અખબાર કાઠમાંડૂ પોસ્ટ મુજબ, આ પ્રસંગે ભારતીય રાજદૂતે જણાવતાં કહ્યું હતું કે, નવી દિલ્હી કોરોનાની મહામારીની જંગમાં નેપાળની મદદ કરવાં માટે પ્રતિબદ્ધ છે.

તેઓએ જણાવતાં કહ્યું, કે ભારતીય સેના તેમજ નેપાળી સેના વચ્ચેનો સબંધ પણ ઘણો સારો રહેલો છે તથા વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવીને ભારતીય સેનાએ માનવતાવાદીનો સહયોગ પણ દર્શાવ્યો છે.

અહી ઉલ્લેખનીય છે, કે નેપાળનાં PM કે.પી. શર્મા ઓલી ચીનનાં ઈશારા પર ભારત સરકારની માટે સમસ્યા ઉભી કરતું રહ્યું છે. તેઓની સરકારે વિવાદીત નકશો પાસ કરીને ભારતીય વિસ્તારોને પણ પોતાનાં જ ગણાવ્યા છે. થોડા સમય અગાઉ પણ ભારત વિરોધી પગલું ભરતાં ‘દૂરદર્શન’ને બાદ કરતાં ભારતની બધી જ ન્યુઝ ચેનલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

આટલું જ નહીં નેપાળની સરકાર વધતાં કોરોના કેસની માટે પણ ભારતને જ જવાબદાર ગણી રહી છે. હવે આશા છે, કે નેપાળને સમજ થશે કે મુશ્કેલીનાં સમએ ચીન નહીં પરંતુ ભારત જ તેની મદદ માટે આવ્યું છે. કોરોના સંકટમાં ચીન નહીં પણ ભારત તેની મદદ માટે સામે આવ્યું છે.

કોરોના કાળમાં વેન્ટિલેટરનું મહત્વ ઘણું રહેલું છે, એ બધાં જ લોકો જાણે છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલ આ કુલ 10 વેન્ટિલેટર ઘણાં નેપાળી લોકોનાં જીવનને પણ બચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

 

Be the first to comment on "નેપાળ ભલે ચીનના આંધળા પ્રેમમાં બંધાઈ ગયું પણ મુશ્કેલીના સમયમાં ભારતે જ આપ્યો સાથ- જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*