ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ચીનની સરહદ પર ભારતના 35,000 સૈનિકો થશે તૈનાત: ભારતે વધુ એક સિંહ ગુમાવ્યો- શું ભારત-ચીન વચ્ચે યુદ્ધની શરૂઆત?

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં શનિવારે સવારે પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં એલઓસી પરના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સૈન્ય પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવા માટે યોગ્ય જવાબ આપી રહી છે. આ ગોળીબારમાં ભારતીય સૈન્યના એક જવાનનું મોત નીપજ્યું છે.

દુશ્મનની કાયર કૃત્યનો જવાબ આપતા સૈનિક રોહિન કુમાર ઘાયલ થયો હતો. ગોળી વાગવાના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ તે શહીદ થયો હતો. સિપાહી રોહિન કુમાર બહાદુર ખૂબ પ્રેરિત અને પ્રામાણિક સૈનિક હતા. તેમના સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે રાષ્ટ્ર હંમેશા તેમના માટે ઋણી રહેશે. આ પહેલા બુધવારે પાકિસ્તાને ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જેમાં એક સામાન્ય નાગરિક માર્યો ગયો હતો. મૃતકની ઓળખ અલ્તાફ હુસેન તરીકે થઈ હતી.

પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ટ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ ત્રણ મહિના એટલે કે 90 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તણાવ હળવો થવાની કોઈ આશા નથી અને તે દરમિયાન, ચીનના રાજદૂત સન વિડોંગનું ભારત નિવેદન ચીનના હેતુને સ્પષ્ટ કરે છે. હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે લદાખમાં વધારાના 35,000 સૈનિકોને તૈનાત કરશે. સેનાના અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી અહેવાલ પ્રાપ્ત થયો છે કે, વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, લદાખમાં આશરે 35,000 જેટલા વધારાના ભારતીય સૈનિકો તૈનાત કરવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ જોશીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, એપ્રિલ 2020 સુધી સ્થિતિ યથાવત્ રાખવામાં આવે ત્યાં સુધી સૈન્ય પીછેહઠ નહીં કરે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં લદાખમાં લગભગ 35,000 વધારાના જવાનો તૈનાત છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સૈન્યની તૈયારી અને પ્રવૃત્તિઓ છે. જ્યાં સુધી ચીની જવાન તેમની ક્ષમતા સાથે હાજર રહેશે ત્યાં સુધી ભારતીય સેનાએ પણ તૈયાર રહેવું પડશે.

ચીનના રાજદૂત સન વિડોંગે દાવો કર્યો છે કે, લદ્દાખના એલએસીના મોટાભાગના સ્થળોએ ડિસેન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ભારતે તેમના દાવાને સંપૂર્ણપણે નકારી દીધા છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, પેટ્રોલિંગ્સ પોઇન્ટ 17 એ અને પેંગોંગ ત્સો ખાતે ડિસેન્ગેજમેન્ટ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. 5 મેથી ભારત અને ચીન વચ્ચે અથડામણ ચાલી રહી છે. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે શિયાળા માટે સાધનો તૈનાત કરવાની પ્રક્રિયા ચાલુ છે. જો કે, સેનાના અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું નથી કે, આવનારા દિવસોમાં લદાખમાં ખરેખર કેટલા સૈનિકોની તૈનાત કરવામાં આવશે. શિયાળામાં જવાનોની સંખ્યામાં વધારો કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP