કચ્છના બંદર પાસેથી 1000 કરોડના ડ્રગ્સ પકડાયા, બોટ સાથે 6 પાકિસ્તાની ની ધરપકડ. જાણો વધુ.

Published on: 5:15 am, Wed, 22 May 19

કચ્છના જખૌ બંદરેથી કોસ્ટગાર્ડે આશરે રૂપિયા 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 194 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. કોસ્ટ ગાર્ડને કહેવા પ્રમાણે 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતાં ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે. અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન કરતાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. જે બોટમાંથી ડ્રગ્સ પકડાયું છે તે બોટ પાકિસ્તાનમાં નોંધણી થયેલી છે તેમજ તેનું નામ અલ મદિના છે.

ધરપકડ કરવામાં આવેલા લોકોની નાગરિકતા અંગેની હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને આપવાનું હતું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડની આ બીજી સૌથી મોટી સફળતા છે. આ વર્ષે માર્ચમાં કોસ્ટ ગાર્ડે 100 કિલો હેરોઈન પકડ્યું હતું. સવારે નવ વાગ્યે કોસ્ટ ગાર્ડની બોટે અલ મદિના નામની બોટને પકડી પાડી હતી. બોટમાં છ પાકિસ્તાની ક્રુ મેમ્બર સવાર હતા. આ બોટમાંથી 194 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.