બીજા દેશ તરફથી રમતો દેખાશે આ ટીમ ઇન્ડિયાનો ખેલાડી! અચાનક લીધો મોટો નિર્ણય

ભારતીય ટીમ(Indian team)નો ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડ(England)માં શરૂ થઈ રહેલી કાઉન્ટી સિઝનમાં કેન્ટ ટીમ તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતા જોવા મળશે. અર્શદીપ સિંહે(Arshdeep Singh)…

ભારતીય ટીમ(Indian team)નો ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડ(England)માં શરૂ થઈ રહેલી કાઉન્ટી સિઝનમાં કેન્ટ ટીમ તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતા જોવા મળશે. અર્શદીપ સિંહે(Arshdeep Singh) જૂન અને જુલાઈ દરમિયાન રમાનારી 5 મેચો માટે કેન્ટ સાથે કરાર કર્યો છે. જેમાં તેને સરે, વોરવિકશાયર, નોર્થમ્પેટશાયર, એસેક્સ અને નોટિંગહામશાયર સામે રમાતી મેચોમાં રમવાની તક મળશે.

અર્શદીપ સિંહ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર મર્યાદિત ઓવરના ફોર્મેટમાં જ રમ્યો છે, જેમાં તેને ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 3 વનડે અને 26 ટી-20 મેચ રમવાની તક મળી છે. અર્શદીપે વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને હવે તેની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મેળવવા પર છે.

કેન્ટ સાથેના કરાર અંગે અર્શદીપ સિંહે કહ્યું કે હું ઈંગ્લેન્ડમાં રેડ બોલ ક્રિકેટ રમવા માટે ખૂબ જ ઉત્સુક છું જેથી કરીને હું મારી બોલિંગમાં સતત સુધારો કરી શકું. મેં આ વિશે રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી છે અને તેણે કહ્યું કે, આ ક્લબનો ઈતિહાસ ઘણો સારો રહ્યો છે.

કેન્ટ ટીમના ડાયરેક્ટર પોલ ડાઉનટને અર્શદીપ સિંહની ટીમમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે અમે ખૂબ જ ખુશ છીએ કે આ ઉનાળામાં અર્શદીપ જેવો ખેલાડી અમારી સાથે જોડાઈ રહ્યો છે. તેણે મર્યાદિત ઓવરોમાં તેની પ્રતિભા બતાવી છે અને હવે અમને સંપૂર્ણ આશા છે કે તે લાલ બોલ સાથે પણ તે બતાવવામાં સક્ષમ હશે.

IPL સિઝન પૂરી થયા બાદ ઈંગ્લેન્ડ પહોંચશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. IPL સિઝનના અંત પછી, જ્યાં ભારતીય ટીમના ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની અંતિમ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જવા રવાના થશે, ત્યાં અર્શદીપ તેની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *