ભારતનો GDP દર પાકિસ્તાન કરતા પણ ઓછો, નેપાળ અને બાંગ્લાદેશ પણ છે આગળ

ગત શુક્રવારે કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલયે એપ્રિલ-જૂન ત્રણ મહિનાના સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાથી ખબર પડે છે કે દેશનું આર્થિક વિકાસ…

ગત શુક્રવારે કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલયે એપ્રિલ-જૂન ત્રણ મહિનાના સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાથી ખબર પડે છે કે દેશનું આર્થિક વિકાસ દર ઘટીને 5 ટકા રહી ગયુ છે. આશરે 7 વર્ષમાં ભારતના વિકાસ દરની આ સૌથી ધીમી ઝડપ છે. મહત્વની વાત એ છે કે જીડીપી મામલે ભારત બાંગ્લાદેશ,પાકિસ્તાન અને નેપાળ કરતા પણ પાછળ છે.દરમિયાન અમે તમને વિશ્વના મોટા દેશના જીડીપીની સ્થિતિ વિશે જણાવી રહ્યાં છીએ.

વિવિધ દેશોનો GDP દર :-

:- બાંગ્લાદેશની જીડીપી 7.90 ટકા છે.

:- નેપાળની જીડીપી 7.10 ટકા પર છે.

:- ચીનની જીડીપી ગ્રોથ 6.2 ટકા છે જે તેના 27 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછો છે.

:- પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ 5.20 ટકા છે, જે ભારત કરતા વધુ છે.

:- હંગરી અને મલેશિયાની જીડીપી 4.90 ટકા છે.

:- યૂક્રેન અને પોલેન્ડની જીડીપી 4.60 ટકા અને 4.50 ટકા છે.

:- અમેરિકાનો જીડીપી ગ્રોથ 2.30 ટકા છે

:- UAEની જીડીપી 2.20 ટકા અને સાઉથ કોરિયાની જીડીપી 2.10 ટકા પર છે.

:- ઓસ્ટ્રેલિયા અને ઇરાનની જીડીપી 1.80 ટકા છે

:- સાઉદી અરબ અને સ્વિત્ઝરલેન્ડની જીડીપી 1.70 ટકા છે

:- ફ્રાંસની જીડીપી 1.40 ટકાના દરથી વધી રહી છે

:- જાપાન અને બ્રિટનની જીડીપી ક્રમશ 1.20 ટકાના દરથી ગ્રો કરી રહી છે.

https://tradingeconomics.com/ થી લેવામાં આવેલા આંકડા પ્રમાણે

તમને જણાવી દઈએ કે મોટા દેશોની અર્થવ્યવસ્થા મોટી હોય છે જેથી તેમની GDP નો દર ઓછો હોય છે. જયારે નાના દેશોની અર્થવ્યવસ્થા નાની હોવાથી વૃદ્ધિ દર વધુ હોય છે. આમ છતાં ભારત નો વૃદ્ધિ દર ખરાબ હાલતમાં છે.

જો જીડીપીનો આંકડો વધે છે તો તેનો અર્થ એવો થાય છે કે દેશના વિકાસની ઝડપ ટ્રેક પર આગળ વધી રહી છે. બીજી તરફ જો આ આંકડો સતત ઓછો થતો જાય છે તો દેશ માટે ખતરાના સંકેત હોય છે. જીડીપી ઓછી થવાને કારણે લોકોની એવરેક આવક ઓછી થઇ જાય છે અને લોકો ગરીબી રેખા નીચે જતા રહે છે. આ સિવાય નવી નોકરીઓ ઉભી કરવાની ઝડપ પણ ધીમી પડે છે. તમને જણાવી દઇએ કે સરકારી સંસ્થા CSO આ આંકડા જાહેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *