અમરિકામાં તડપી તડપીને મોતને ભેટી ભારતીય દીકરી- એવું તો શું થયું હશે આ દીકરી સાથે…

Lahari Pathivada found dead in America: અમેરિકા (America) માં ભારતીય મૂળની યુવતીના રહસ્યમય મોતની માહિતી પ્રકાશમાં આવી છે. એક સપ્તાહ પહેલા કામ પર જતી વખતે…

Lahari Pathivada found dead in America: અમેરિકા (America) માં ભારતીય મૂળની યુવતીના રહસ્યમય મોતની માહિતી પ્રકાશમાં આવી છે. એક સપ્તાહ પહેલા કામ પર જતી વખતે યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. બીજા દિવસે યુવતીની લાશ લગભગ 300 કિલોમીટર દૂરથી મળી આવી હતી. મળેલી માહિતી અનુસાર મૃતકનું નામ લહેરી પાઠીવાડા (Lahari Pathivada) છે અને તેની ઉંમર 25 વર્ષ છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાહિરી (Lahari Pathivada) એ તેમનું સ્કૂલિંગ અમેરિકામાં જ કર્યું હતું અને તે કોલેજ પછી એક મેડિકલ સેન્ટરમાં નોકરી કરતી હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ લાહિરી ટેક્સાસના કોલિન્સ કાઉન્ટીના મેકકિનીમાં રહેતી હતી. 12 મેના રોજ લાહિરી કામ પર ગય હતી પરંતુ પાચી આવી ન હતી. જ્યારે પરિવાર અને મિત્રોએ તેને ટ્રેક કરી તો જાણવા મળ્યું કે લાહિરીનો ફોન પડોશી રાજ્ય ઓક્લાહોમામાં હતો. ત્યાર બાદ આ બાબતની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

લાહિરી છેલ્લે ટેક્સાસના ડલ્લાસમાં અલ ડોરાડો પાર્કવે અને હાર્ડિન બુલેવાર્ડ વિસ્તારમાં બ્લેક ટોયોટા ચલાવતી જોવા મળી હતી. બીજા દિવસે એટલે કે 13 મેના રોજ લાહિરીનો મૃતદેહ ઓક્લાહોમામાંથી મળ્યો હતો. ઘરથી લગભગ 322 કિમી દૂર મૃત્યુ કેવી રીતે થયું અથવા મહિલા ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ત્યાંની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાહિરીના ફેસબુક એકાઉન્ટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે ઓવરલેન્ડ પાર્ક રિજનલ મેડિકલ સેન્ટરમાં કામ કરતી હતી. લાહિરીએ કેન્સાસની બ્લુ વેલી વેસ્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી યુનિવર્સિટી ઓફ કેન્સાસમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.

ગુજરાતી પરિવારનું મૃત્યુ
ગયા મહિને જ સમાચાર આવ્યા હતા કે યુએસ-કેનેડા બોર્ડર પર આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી ચાર ભારતીય હતા અને એક જ પરિવારના હતા. તેઓ ગુજરાતના મહેસાણાના રહેવાસી હતા. કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતી વખતે નદીમાં ડૂબી જવાથી આ તમામના મોત થયા હતા. તેની બોટ નદીમાં પલટી ગઈ હતી. મૃતકોની ઓળખ 50 વર્ષીય પ્રવીણ ચૌધરી, તેમની પત્ની 45 વર્ષીય દીક્ષા, 20 વર્ષીય પુત્ર મીત અને 23 વર્ષની પુત્રી વિધિ તરીકે થઈ છે. બાકીના મૃતકો રોમાનિયાના પરિવારના સભ્યો હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *