ભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…

Published on Trishul News at 5:13 PM, Thu, 4 July 2019

Last modified on July 4th, 2019 at 5:13 PM

ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી દુનિયાની પ્રસિદ્ધ કંપનીઓમાં કામ કરવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે.
સામાન્ય રીતે યુવા એન્જિનિયર જે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહ્યા છે અથવા તો પૂર્ણ કરી ચૂક્યા છે તેઓ માટે આવી કંપનીઓ તરફથી જોબ ફળવી એ કોઈ સપનાના સાચા પડવાથી ઓછું નથી. જો કોઈ વિદ્યાર્થી ને આ એન્જિનિયરિંગ નો કોર્સ પૂરો કરતાની સાથે જ કોઈ કંપની તરફથી ઓફર આવી જાય તો શું કહેશો? આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઓફર મેળવનાર વિદ્યાર્થીની ખુશી સાતમા આસમાને પહોંચી જશે. આવું જ થયું છે ભારતના વિદ્યાર્થી સાથે.

ભારતના એક વિદ્યાર્થી કે બી શ્યામને તેમનો કોર્સ પૂરો થતાની સાથે જ ગૂગલે 60 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ સાથે જોબ ઓફર કરી છે.

જાણો કોણ છે કે બી શ્યામ ક્યાંથી છે અને શું છે તેમનો અભ્યાસ…

કે બી શ્યામ એ આઈ.આઈ.ટી બેંગલોરથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
અહીંયાથી તેમણે પાંચ વર્ષનો એમ.ટેક નો કોર્સ પૂર્ણ કર્યો છે. મૂળ તેઓ ચેન્નાઈ ના રહેવાસી છે તેઓએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે google માં નોકરી મેળવી અને તેઓ ખૂબ ઉત્સાહિત છે. હવે તેઓ google નો એક ભાગ છે અને તેઓ આ જ વર્ષે ઓક્ટોબર 2019માં પોલેન્ડ જશે. તેઓએ જણાવ્યું કે તેમનું કાર્યક્ષેત્ર google cloud પ્લેટફોર્મ ઉપર આધારિત રહેશે. તેઓએ બારમા ધોરણની પરીક્ષા માં 95 ટકા ગુણ મેળવ્યા હતા.

કે બી શ્યામ એ જણાવ્યું કે તેઓ પ્રોગ્રામીંગ ની હરીફાઈમાં સામેલ થઇ ગયા છે. તેનાથી તેમને ગૂગલની ટેસ્ટની તૈયારી કરવામાં ઘણી મદદ મળી. જણાવ્યું કે તેઓની ટીમ આદિત્ય પાલિવાલ અને સીમરન દુકાનના સાથે તેઓને ઇન્ટર કોલેજ કોમ્પિટિશન નો ફાઈનલ સુધીનો સફર બતાવ્યો છે. આ પ્રતિયોગિતામાં દુનિયા ભરમાં થી 128 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને પ્રોગ્રામિંગ પ્રતિયોગિતા નો ઓલમ્પિક પણ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે કે બી શ્યામ એ વર્ષ 2018માં ફેસબુક સાથે ઇન્ટરનશિપ કરી ચૂક્યા છે. ત્યારે તેઓ કોલેજના ચોથા વર્ષમાં હતા. તેમણે લંડન જઈને ઇન્ટર્નશિપ કરી હતી.

ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓમાં નોકરી કરવા માંગતા વિદ્યાર્થીઓને આ સલાહ આપી…

આપણા દેશમાં એવા વિદ્યાર્થીઓની કમી નથી કે જેઓ ગૂગલ ફેસબુક જેવી કંપનીઓમાં નોકરી મેળવવા માંગે છે. પરંતુ એ નથી સમજી શકતા કે તેના માટે તેની તૈયારી કેવી હોવી જોઈએ.
આવા વિદ્યાર્થીઓ માટે તેમણે સલાહ આપી છે….
જો તમે કોમ્પ્યુટર સાયન્સના ફન્ડામેન્ટલ વસ્તુઓ ને સમજો છો તો પ્રોબ્લેમ સોલ્વ ઉપર કામ કરો. ત્યારબાદ તમે ગમે તે સ્પર્ધામાં આગળ નીકળી શકો છો..
જે વિદ્યાર્થીઓ ગૂગલમાં નોકરી મેળવવા માંગે છે તેમણે પ્રોગ્રામિંગ માટે અનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ જરૂરથી લેવો જોઈએ. મુવી જેનાથી તેમને ગૂગલમાં થનાર ઇન્ટરવ્યૂની તૈયારી કરવા માટે મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…"

Leave a comment

Your email address will not be published.


*