‘ચક દે ઇન્ડિયા’: ઓલેમ્પિક 2021માં ભારતીય ટીમે હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવી મેળવી શાનદાર જીત

Published on: 11:19 am, Sat, 24 July 21

ટોક્યો ઓલિમ્પિક્સના બીજા દિવસની શરૂઆત ભારત માટે સારી થઇ છે. ભારતીય પુરુષ હોકી ટીમે ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય હોકી ટીમે હોકી ટૂર્નામેન્ટની પૂલ એની પોતાની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત હવે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જયારે ઓસ્ટ્રેલિયાએ જાપાનને 5-3થી પરાજિત કર્યું છે. ભારત તરફથી રુપિંદર અને હરમનપ્રીતે ટીમને ગોલ કરીને જીતાડ્યા છે. રુપિન્દરે એક અને હરમનપ્રીતે બે ગોલ કર્યા છે. મેચ દરમિયાન ભારતે પ્રથમ ક્વાર્ટર પછી લીડ જાળવી રાખી ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું હતું.

ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં રૂપિન્દર અને હરમનપ્રીત ભારતીય ટીમના વિજયી હીરો રહ્યા હતા. જ્યારે રૂપિન્દર મેચની 10 મી મિનિટમાં ગોલ કરી હતો. જયારે હરમનપ્રીતે 26 મી અને 33 મી મિનિટમાં ગોલ કરીને ભારતને જીત તરફ ધકેલ્યું હતું. બંને ટીમોએ પ્રથમ ક્વાર્ટરમાં 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ ભારતીય હોકી ટીમે કમર કસી હતી અને મેચ અંત સુધી ટકી હતી. ભારતીય હોકી ટીમની આગામી મેચ હવે 25 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે છે.

ન્યુઝીલેન્ડ કદાચ હોકીની પહેલી મેચમાં હારી ગયું હોય પરંતુ તેણે આ મેચમાં ભારતને ભારે ટક્કર આપી હતી. ન્યૂઝીલેન્ડના રસેલે મેચની છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ન્યુઝીલેન્ડને લીડ અપાવી હતી. 4 મિનિટ પછી ભારતના રૂપિન્દરે પેનલ્ટી સ્ટ્રોક સાથે મેચમાં ભારતને 1-1 ના સ્કોર પર લઈ ગયા. બીજી તરફ હરમનપ્રીતસિંહે મેચને બીજા ક્વાર્ટરમાં ભારતને 2-1ની લીડ અપાવી હતી. 7 મિનિટ બાદ હરમનપ્રીતે બીજો ગોલ કર્યો અને ભારત 3-1થી આગળ વધ્યું હતું. પેનલ્ટી કોર્નરથી ભારતને બંને ગોલ મળ્યા હતા.

મેચની 43 મી મિનિટમાં ન્યુઝીલેન્ડે બીજો ગોલ કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો. જો કે ભારતનું ડીફેન્સ પણ મજબૂત હતું અને તેના કારણે ભારતે મેચમાં 3-2થી જીતી મેળવી હતી. ભારતના ગ્રુપમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને આર્જેન્ટિના પણ છે. ભારતે આગામી કેટલાક દિવસોમાં આ ટીમો સાથે મુકાબલો કરવો પડશે. ઓલિમ્પિક હોકીના ઇતિહાસમાં ભારત ગોલ્ડ મેડલ સાથેનો સૌથી સફળ દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.