ભૂખમરાની બાબતમાં ભારતની હાલત પાકિસ્તાન કરતા પણ ખરાબ- મોદી સરકાર આવ્યા બાદ પરિસ્થિતિ વણસી

Published on: 6:50 pm, Thu, 17 October 19

હાલમાં જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(GHI) ની યાદી બહાર આવી. આ યાદીમાં ભારત નું સ્થાન 117 દેશોમાંથી 102મો છે. 2018 માં ભારત 103 માં સ્થાને હતું, પરંતુ 2018માં 119 દેશો માંથી ત્રીજા સ્થાને હતું. જોતા તો ભારતની સ્થિતિ એક અંક સુધરેલી જણાય છે પરંતુ બીજા દેશોની સરખામણીમાં ભારત ખૂબ જ પાછળ છે. આપણો દુશ્મન દેશ પાકિસ્તાન પણ આ યાદીમાં આપણાથી આગળ છે. પાકિસ્તાન આ યાદીમાં 94 મા સ્થાને છે. GHI એ ભારતને ભૂખમરાથી પીડાતા 47 ગંભીર દેશોની યાદીમાં મૂક્યું છે.

વૈશ્વિક સ્તરે 2019 ની આ યાદીમાં વિશ્વમાં કુલ 82.2 કરોડ લોકો ભૂખમરાથી પીડાય રહ્યા છે. 2015માં આ સંખ્યા 78.2 કરોડ હતી.

ભારતમાં ઓછા વજનવાળા બાળકો ની સંખ્યા વધી :-

માહિતી અનુસાર ૨૦૦૮ થી ૨૦૧૨ માં ભારતમાં નાના કદ ની સાથે સાથે ઓછા વજનવાળા બાળકો ની સંખ્યા 16.5% થી વધીને 2014-2018માં 20.8% થઈ ગઈ છે.

કેવી રીતે GHI તૈયાર કરવામાં આવે છે?

ભૂખની સ્થિતિના આધારે દરેક દેશને 0 થી 100 વચ્ચે અંક આપવામાં આવે છે. આમાં 0 એટલે કે સર્વોત્તમ, ભૂખની સ્થિતિ ન હોય તેમ ગણાય છે. આંકડો 10 થી ઓછો હોય તો તેનો અર્થ એ છે કે ભૂખમરાની સ્થિતી ખૂબ જ ઓછી છે. આ જ રીતે 20 થી 35 વચ્ચેનો અંક ગંભીર અને 35 થી 50 વચ્ચેનો અંક પડકાર રૂપ તેમજ 50થી વધુ અત્યંત ગંભીર ભૂખમરાની સમસ્યા જણાય છે.

આ આધાર ઉપર ગણના થાય છે :-

GHI અંક ની ગણના ચાર સંકેતો પર થાય છે. કુપોષણ, બાળ મૃત્યુદર, ઓછી લંબાઈ અને લંબાઈના અનુસાર વજન ન હોવાના માપદંડોને ધ્યાનમાં લઈને GHI ની ગણતરી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.