આજના દિવસે જ કોર્ટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું સંસદસભ્ય પદ કરી રીધુ હતું રદ્દ અને પછી લાગી ઈમરજન્સી- જાણો સમગ્ર ઘટનાક્રમ

Published on Trishul News at 5:17 PM, Sat, 12 June 2021

Last modified on June 13th, 2021 at 1:20 PM

12 જૂન 1975 ના દિવસે, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે મતદાનમાં ગોલમાલ કરવાના દોષી ઠેરવ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ગેરકાયદેસર રીતે ચૂંટણી જીતી હતી, જેના કારણે હાઈકોર્ટે સંસદ સભ્યપદને રદ્દ કરવા સાથે ઈન્દિરા ગાંધીને છ વર્ષ સુધી ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી હતી. કોર્ટના આ નિર્ણય પછી જ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975 માં આખા દેશમાં કટોકટી જાહેર કરી હતી.

શું હતી સમગ્ર ઘટના?હકીકતમાં, વર્ષ 1971 માં, દેશમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીઓમાં તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ રાયબરેલીની લોકસભા બેઠક જીતી હતી. ઈન્દિરા ગાંધીએ તેના નજીકના હરીફ રાજનારાયણને ભારે અંતરથી હરાવ્યો.

પરંતુ રાજનારાયણસિંહે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લગાવતા કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. દાવો દાખલ થયાના લગભગ 4 વર્ષ પછી 12 જૂન, 1975 માં, હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગોલમાલ કરવા બદલ દોષી ગણાવી, હાઇકોર્ટે તેમના સંસદસભ્યને સમાપ્ત કરી દીધુ] હતું અને ઈન્દિરા ગાંધીને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મુક્યો હતો.

કોર્ટના આ નિર્ણય બાદ ઈન્દિરા ગાંધીએ વડા પ્રધાન પદથી રાજીનામું આપવાનું નિશ્ચિત હતું. કારણ કે તેમનું સંસદ સભ્યપદ પૂરૂ થઈ ગયુ હતું. આ કેસ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનરાયણ તરીકે ઓળખાય છે.

ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા: હાઈકોર્ટના નિર્ણય પછી તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેને સુપ્રીમ કોર્ટ તરફથી આંશિક રાહત મળી. સુપ્રીમ કોર્ટે સંસદમાં તેમનું સભ્યપદ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. તે દરમિયાન જસ્ટિસ અય્યરે નિર્ણય લીધો હતો કે ઈન્દિરા ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ મત આપી શકશે નહી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષે વડા પ્રધાન વિરુદ્ધ હુમલા વધુ તીવ્ર બનાવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. આને લીધે, 25 જૂન, 1975 ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઐતિહાસિક અને સરમુખત્યારશાહી વલણ અપનાવતાં, સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આજના દિવસે જ કોર્ટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું સંસદસભ્ય પદ કરી રીધુ હતું રદ્દ અને પછી લાગી ઈમરજન્સી- જાણો સમગ્ર ઘટનાક્રમ"

Leave a comment

Your email address will not be published.


*