ફૂંક મરતા જ આવી જશે કોરોનાનો રીપોર્ટ, ભારત અને ઈઝરાયેલે હાંસલ કરશે આ અનોખો સિદ્ધિ

Published on Trishul News at 8:20 PM, Fri, 9 October 2020

Last modified on October 9th, 2020 at 8:22 PM

ભારત દેશ અને ઈઝરાયેલ દેશ બંને સાથે મળીને COVID-19 વાયરસનાં પડકારોમાંની એક ટેસ્ટ કરવાની બાજી પલટીને ટેક્નોલોજી પર સાથે મળીને કામ કરી રહ્યાં છે. રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હાલ છેલ્લા તબક્કામાં છે. આવનારા ગણતરીનાં દિવસોમાં જ તે પૂરું કરી દેવામાં આવશે. તે પછી એક મીનીટ કરતા પણ ઓછા સમયમાં COVID-19નો રિપોર્ટ આવી જશે. ભારત દેશમાં ઈઝરાયનાં રાજદૂત રોન માલ્કા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતા સમયમાં ભારત દેશ તેમજ ઈઝરાયેલ દેશમાં તાલમેલ માટે હેલ્થકેરએ એક મહત્વનું ક્ષેત્ર રહેશે.

કઈ રીતે કામ કરે છે?
માલ્કા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત દેશ તેમજ ઈઝરાયેલ દેશ મળીને એ તૈયારી કરવામાં આવે છે કે, આ કોરોના ટેસ્ટ ટેક્નોલોજી ખાલી એક મીનીટમાં જ જણાવી દેશે કે તે વ્યક્તિને COVID-19 વાયરસનું સંક્રમણ છે કે નહી? આ કોરોના ટેસ્ટ કરાવનારા વ્યક્તિને એક ટ્યૂબમાં મોંઢા વાટે હવાથી ફૂંક મારવાની રહેશે. ખાલી 30 થી 50 જ સેકંડમાં કોરોનાનું પરિણામ આવી જશે.

માલ્કાનાં મતે આ ડિવાઈસ આખા વિશ્વ માટે આશિર્વાદરૂપ થશે. તેને એરપોર્ટ સાથેની બીજી જગ્યાઓ ઉપર ઉપયોગમાં લઈ શકાય. આ સિવાય તેનાં પર ખર્ચ પણ બહુ જ ઓછો આવશે કારણ કે, પરિણામ માટે કોરોના સેંપલને લેબોરેટરીમાં મોકવાની જરૂર નહીં પડે.  બનાવ સ્થળે જ તાત્કાલિક COVID-19નાં ટેસ્ટનાં પરિણામો આવી જશે.

અવાજથી પણ COVID-19 ટેસ્ટની ટ્રાયલ થઈ ચુકી છે.
ભારત દેશ તેમજ ઈઝરાયેલ દેશ સાથે મળીને 4 ટેસ્ટ ટેક્નોલોજી ઉપર કામ કરી ચુક્યા છે. ભારત દેશમાં મોટા પ્રમાણમાં આ કોરોના ટેસ્ટ સેંપલ કરવામાં આવ્યા. આ ટેક્નિકોમાં બ્રેથ એનાલાઈઝર તેમજ અવાજ ટેસ્ટ પણ શામેલ છે. આ ટેસ્ટમાં COVID-19 છે કે કેમ તેની જાણકારી મેળવવાની શક્તિ છે.

COVID-19ની વેક્સીનને લઈને આ બન્ને દેશોમાં તાલમેલને લઈને રાજદૂત માલ્કા દ્વારા કહેવામ આવ્યું હતું કે, બન્ને દેશો કાયમથી રિસર્ચ તેમજ ટેક્નોલોજીની એકબીજાને આપ-લે કરતા આવ્યા છે. અમે એકબીજાનાં સહયોગનું સમર્થન કરીએ છીએ. ઈઝરાયેલી રાજદૂત દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ભારત દેશમાં COVID-19 વેક્સીનનું હબ બનવાની બધી સુવિધાઓ રહેલી છે. અમે આશા રાખીએ છીએ કે, જે સમયે પણ અવિશ્વસનીય, સુરક્ષીત તેમજ કારગર વેક્સીન બનશે તો તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત દેશમાંથી જ થશે. માલ્કા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારત દેશ જ્યારે પણ COVID-19ની વેક્સીન બનાવશે તે સમયે ઈઝરાયેલની જરૂરિયાતોનું પણ ચોક્કસપણે ધ્યાન રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ફૂંક મરતા જ આવી જશે કોરોનાનો રીપોર્ટ, ભારત અને ઈઝરાયેલે હાંસલ કરશે આ અનોખો સિદ્ધિ"

Leave a comment

Your email address will not be published.


*