ચાલુ લગ્નમાં જ આવી ગયો દુલ્હનનો જુનો પ્રેમી અને પછી તો થયા ખરાખરીના ખેલ – જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર એવાં વિડીયો વાયરલ થતાં હોય છે કે, જેને જોઈ લોકો સ્તબ્ધ થઈ જતા હોય છે અથવા તો કેટલાંક લોકો પોતાનું હસવું…

સોશિયલ મીડિયા પર અવારનવાર એવાં વિડીયો વાયરલ થતાં હોય છે કે, જેને જોઈ લોકો સ્તબ્ધ થઈ જતા હોય છે અથવા તો કેટલાંક લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. એક તરફ આપના લગ્નમાં ફેરાની તૈયારી થતી હોય તેમજ બીજી તરફ આપનો જૂનો પ્રેમ ત્યાં પહોંચી જાય તો શું થાય?

શું અચાનક આવી ચડેલ પ્રેમીને જોઈ આપ ખુશ થશો કે ગભરાઈ જશો. જો તમે વિચારતા હો કે, આવુ સંભવ નથી, તો તમે ખોટા છો. કારણ કે, હાલમાં જ ઈન્ડોનેશિયાની એક દુલ્હને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો કે, જેમાં તેનો એક્સ બોયફ્રેન્ડ તેને લગ્નની શુભકામના આપતો દેખાયો હતો.

સ્વાભાવિક છે કે, શુભકામના આપવામાં કંઈ ખોટુ નથી પરંતુ ત્યાં હાજર મહેમાનો માટે એક વાત ખૂબ જ આશ્ચર્યમાં નાખી દીધા હતાં, તેણે પોતાના પતિને પુછ્યુ હતું કે, શું તે એક વખત પોતાના એક્સને ગળે લગાવી શકે ખરી ? હકીકતમાં જોઈએ તો, લગ્નમાં દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ શુભકામના આપવા માટે આવ્યો હતો.

જ્યારે તે દુલ્હનની બાજૂમાં પહોંચ્યો ત્યારે તેણે હેંડશેક માટે હાથ લંબાવ્યો ત્યારે દુલ્હનથી પણ રહેવાયુ નહીં. પતિની પાસે પરવાનગી માંગી હતી કે, તે પોતાના જૂના પ્રેમને ગળે લગાવા માંગે છે. પતિએ પણ હા પાડી દીધી હતી તેમજ મન ભરીને દુલ્હને પોતાના જૂના બોયફ્રેન્ડને ગળે લગાવ્યો હતો.

ત્યારબાદ બોયફ્રેન્ડ પતિની સાથે હાથ મિલાવ્યો હતો આં સાથે જ તેને પણ ગળે લગાવ્યો હતો ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ શાનદાર પળનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે, હાલના સમયમાં મોટા ભાગના લોકો પોતાના જૂના સંબંધોને છુપાવતા રહેતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *