મંદિરમાં કૂવાની છત ધસી પડતાં 11 ગુજરાતી પાટીદાર સહીત 35 લોકોના દુ:ખદ નિધન- ‘ઓમ શાંતિ’

Indore Temple Tragedy: હાલમાં જ એક દર્દનાક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ(MP)માં 30 માર્ચે એટલે કે ગઈકાલે ઈન્દોરના બેલેશ્વર મહાદેવ…

Indore Temple Tragedy: હાલમાં જ એક દર્દનાક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ(MP)માં 30 માર્ચે એટલે કે ગઈકાલે ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિર(Beleshwar Mahadev Temple)માં એક દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને તમામના મૃતદેહને MY હોસ્પિટલ મોકલી દીધા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઈન્દોર(Indore)માં થયેલી દુ:ખદ ઘટના પર રાહતની જાહેરાત કરી હતી. તેમણે આ ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે પણ આ અંગે ટ્વીટ કર્યું. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

જો વાત કરવામાં આવે તો આ દુર્ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે 35 લોકોના મોત થયા છે તેમાં 11 ગુજરાતીઓનો પણ સમાવેશ થઇ જાય છે. આ કાળજું કંપાવતી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ હતભાગી કચ્છના નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યું છે. મૂળ કચ્છના પાટીદાર સમાજના લોકો ધંધા માટે ઇન્દોરમાં મોટી સંખ્યા વસવાટ કરે છે. ત્યારે હવે એક સાથે 11 લોકોના મોત થતા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દુર્ઘટનામાં 11 કચ્છીઓ મોત:
કાળજું કંપાવતી દુર્ઘટનામાં લક્ષ્મીબેન રતિલાલ દીવાણી, ઉંમર 70 વર્ષ (ટોડીયા), દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી, ઉંમર 58 (નખત્રાણા), કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી, ઉમર 32 વર્ષ (નખત્રાણા), ગોમતીબેન ગંગદાસ પોકાર, ઉંમર 70 વર્ષ (રામપર સરવા), પુષ્પાબેન દિનેશભાઈ પોકાર, ઉંમર 49 વર્ષ (હરીપર), કસ્તુરબેન મનોહરભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ, (નખત્રાણા), પ્રિયંકાબેન પોકાર, ઉંમર 30 વર્ષ (હરીપર), વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી, ઉંમર 58 વર્ષ, (વિરાણી મોટી), શારદાબેન કેશવલાલ પોકાર, ઉંમર 55 વર્ષ, (રામપર, સરવા), રતનબેન નાનજીભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ (નખત્રાણા) અને જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી, ઉંમર 72 વર્ષ (નખત્રાણા)ના મોત નીપજ્યા છે.

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ઇલ્યા રાજા ટી.એ ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં થયેલા અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે. 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેને રજા આપવામાં આવી છે. એક વ્યક્તિ ગુમ છે. સેના, NDRF અને SDRFની ટીમો સતત બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે.

આ ઘટના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામ નવમીના તહેવાર પર બની હતી. મંદિરમાં ભારે ભીડ હતી. અકસ્માત થયો ત્યારે હવન ચાલી રહ્યો હતો. ભીડને કારણે ઘણા લોકો મંદિરની અંદર બનાવેલા પગથિયાંની જાળી પર બેસી ગયા. તે જ સમયે પગથિયાંની છત અંદર ખાબકી હતી. ટૂંક સમયમાં ઘણા લોકો તેમાં પડી ગયા હતા. કુવો લગભગ 40 ફૂટ ઊંડો છે. તેમાં લગભગ 7 ફૂટ સુધી પાણી હતું. કુવામાં પડતાં જ અરાજકતા ફેલાઈ ગઈ હતી.

સમાચાર મળતા જ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ અને આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ઈન્દોરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 19 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું- ઘાયલોની સારવાર પણ સરકાર કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *