ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

જુઓ વિડીયો: ઇન્ડસ યુનીવર્સીટીમાં બીભત્સ હરકતો કરતા કપલનો વિડીયો વાઈરલ- સંચાલકો ઘોર નિંદ્રામાં

વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરવા જતા હોય છે પરંતુ અમદાવાદમાં આવેલી ઇન્ડસ યુનિવર્સીટી માં વિદ્યાર્થીઓ અથવા તો કોલેજના કર્મચારી કે પ્રાધ્યાપકો નો વિડીયો વાયરલ થયો છે, જે સ્પષ્ટ કરે છે કે આ કોલેજમાં ભણવાનું તો થતું જ હશે પરંતુ ગંદી હરકતો પણ જાહેરમાં થતી દેખાઈ રહી છે. જેનાથી વિદ્યાના ધામ સમી યુનિવર્સિટી પર કીચડ ઉછળ્યો છે.

થોડા સમય અગાઉ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડયું હતું કે, રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડા ઓ જાહેરમાં પ્રેમ આલિંગન કરતા હશે અને તેમને કોઈ રોમિયો હેરાન કરતા હશે તો પોલીસ તેમને સુરક્ષા પુરી પાડશે. પરંતુ યુનિવર્સિટીમાં આવતા અમુક લોકો કદાચ પોલીસના આ જાહેરનામાને અભ્યાસના ધામમાં પણ માની બેસેલા હોય તે રીતે ખુલ્લેઆમ બીભત્સ હરકતો કરી રહ્યા છે. આ વિડીયો માં દેખાતું પ્રેમી યુગલ કોણ છે, તે હજી સુધી બહાર આવ્યું નથી. પરંતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ના WhatsApp ગ્રુપમાં આ વીડિયો ફરતો થતાં ચકચાર પામી છે અને વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે.

હાલમાં તો વિદ્યાર્થીઓ આ વિડીયો ની મજા લઇ રહ્યા છે. પરંતુ આ મજા પાછળ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. યુનિવર્સિટીના સંચાલકો પણ આ બાબતે હજી સુધી કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી અને આવા બીભત્સ વિચારશૈલી વાળા લોકોને આવી પ્રવૃત્તિઓ કરવા માટે મોકળું મેદાન આપી રહ્યા છે, તેવું કહેવું અતિશયોક્તિ નથી.

આ વિડીયો ની હજી સુધી કોઈ પુષ્ટિ થઇ નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ના વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે આ વિડીયો ઈન્ડસ યુનિવર્સીટી ના છે તે માટે ગ્રૂપ ના સ્ક્રીન શોટ પણ વાયરલ કર્યા છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: