બ્રિટીશ PM ઋષિ સુનકના સસરાએ કહ્યું- ‘ભારત માટે આ ખૂબ જ શરમજનક બાબત છે’

Published on Trishul News at 5:46 PM, Wed, 16 November 2022

Last modified on November 16th, 2022 at 5:47 PM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ઓક્ટોબર મહિનામાં દાવો કર્યો હતો કે આફ્રિકન દેશ ગામ્બિયામાં (African, Gambia) ભારતમાં (India) બનેલી કફ સિરપ (Cough syrup) પીવાથી 66 બાળકોના મોત થયા છે. આ ઘટના પર ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ ટિપ્પણી કરતા કહ્યું કે આ ભારત માટે ‘શરમજનક’ બાબત છે. જોકે, તેણે કોરોના વેક્સીન (Corona vaccine) બનાવતી ભારતીય કંપનીઓની (Indian company) પણ પ્રશંસા કરી છે.

ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતમાં બનતા કફ સિરપના કારણે 66 બાળકોના મોત થયા જે ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે. નારાયણમૂર્તિએ એમ પણ કહ્યું કે, આનાથી ભારતીય ફાર્મા રેગ્યુલેટરી એજન્સીની છબી ખરાબ થઈ છે.

ભારતને વિશ્વની નજરમાં નીચું જોવું પડ્યું છે.
સોમવારે ઈન્ફોસિસ પ્રાઈઝ 2022 સમારોહમાં તેમના સંબોધન દરમિયાન, નારાયણ મૂર્તિએ કફ સિરપથી બાળકોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ ઘટનાથી ભારતને વિશ્વની નજરમાં નીચું જોવું પડ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ ભારત સામે ઘણા પડકારો છે.

ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર ઉઠયા સવાલો.
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ભારતના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, વર્લ્ડ ગ્લોબલ રેન્કિંગ 2022માં એક પણ ભારતીય શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ નથી. તેમને આગળ કહ્યું કે, રસીના ઉત્પાદન માટે પણ આપણે બીજા વિકસિત દેશની ટેક્નોલોજી અથવા સંશોધન પર નિર્ભર રહેવું પડશે. આપણે છેલ્લા 70 વર્ષથી લડી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોની રસી શોધી શક્યા નથી.

નારાયણમૂર્તિએ સફળતાના બે મુખ્ય મંત્રો જાણાવ્યા.
ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી એનઆર નારાયણમૂર્તિએ જણાવ્યું હતું કે કોઈ પણ શોધ કે આવિષ્કારની સફળતા માટે પહેલી આવશ્યકતા પૈસા નથી. જો આવું થયું હોત તો પૂર્વ યુરોપના દેશો ગણિતના ક્ષેત્રમાં સફળ ન થયા હોત. નારાયણમૂર્તિએ વધુ કહું કે, સંશોધનમાં સફળતા માટે મુખ્ય બે બાબતો છે. પ્રથમ- આપણી શાળા અને કોલેજના શિક્ષણની સાથે વિશ્વની વર્તમાન સમસ્યાઓ સંબંધિત હોવું જોઈએ. બીજું- સફળતા માટે, આપણા સંશોધકો વહેલી તકે વર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે, જેથી તેઓ ભવિષ્યની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.

WHOએ ચેતવણી જાહેર કરી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 5 ઓક્ટોબર 2022ના રોજ એક ચેતવણી જારી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈન્ડિયાઝ મેઈડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ઉધરસ અને ઠંડા સિરપ મૃત્યુ અને  કિડનીના ગંભીર રોગ માટે જવાબદાર હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની માત્રા વધુ હતી, જે મનુષ્ય માટે ખતરનાક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ કોલ્ડ કફ સિરપ માત્ર ગામ્બિયામાં જ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બ્રિટીશ PM ઋષિ સુનકના સસરાએ કહ્યું- ‘ભારત માટે આ ખૂબ જ શરમજનક બાબત છે’"

Leave a comment

Your email address will not be published.


*