ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલને જાહેર કાર્યક્રમો ન કરવા અને મૂંગો રહેવા માટે જાણો કોણે આપી દીધી સુચના

Published on Trishul News at 10:20 AM, Wed, 8 June 2022

Last modified on June 8th, 2022 at 10:20 AM

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) પાર્ટી છોડી ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલે(Hardik Patel) પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જ આંદોલન સમયે તોડફોડ કરનાર પાટીદારોને અસામાજિક તત્વો ગણાવી દેતા ભાજપ પાર્ટી એલર્ટ થઈ ગઈ છે અને આ સૂચક નિવેદન અંગે પાટીદારોનો રોષ ભડકે નહીં તે માટે હાલ હાર્દિક પટેલને જાહેર કાર્યક્રમો અને મીડિયાથી દૂર રહેવાની સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત પાટીદારો હાર્દિક પટેલ પર હુમલો કરે તેવા સંભવિત ખતરાને ધ્યાનમાં લઈને હાર્દિક પટેલને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે અને નજર બંધી કરવાનો વ્યૂહ પણ અપનાવવામાં આવ્યો છે. ભાજપમાં પ્રવેશતાની સાથે જ હાર્દિક પટેલ પર ધીમે ધીમે પ્રતિબંધો લાગવાના શરૂ થઈ ગયા છે.

ભાજપના સિનિયર નેતાઓની ગેરહાજરી માં ભાજપમાં પ્રવેશ મેળવનાર હાર્દિક પટેલે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર યુવાનોના નામ લીધા વગર કહેવાતા અસામાજિક તત્વો તરીકે ઓળખાવ્યા હતા અને વિવાદનો કોકડો ગૂંચવાયો છે. તે જ સમયે ભાજપના સ્ટેજ પર હાર્દિક પટેલની બાજુમાં બેઠેલા એક અગ્રણીએ હાર્દિકને કોણી મારીને ચૂપ રહેવાનું સૂચવ્યું હતું પણ હાર્દિક પટેલ પોતાના અંદાજમાં જ જવાબ આપી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક ગુપ્તચર અહેવાલ અનુસાર હાર્દિક પટેલ પર એના જ સમાજના કેટલાક દુભાયેલા યુવાનો હુમલો કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર લોકો હાસ્યાસ્પદ ભરી પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે હાર્દિકને 24 કલાક પોલીસ સુરક્ષા મળે તેવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલને જાહેર કાર્યક્રમો ન કરવા અને મૂંગો રહેવા માટે જાણો કોણે આપી દીધી સુચના"

Leave a comment

Your email address will not be published.


*