જગપ્રસિદ્ધ પાટણના પટોળાનો રસપ્રદ ઇતિહાસ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

Published on Trishul News at 7:04 PM, Tue, 24 November 2020

Last modified on November 24th, 2020 at 7:04 PM

ઐતિહાસિક નગર પાટણની એકમાત્ર ઓળખ પાટણનું પટોળુ છે. એવું કહેવામાં આવે છે કે, પાટણનાં પટોળાની કળા 900 વર્ષ જૂની છે. પહેલાના સમયમાં ડીઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પધ્ધતિ ન હતી તે સમયમાં બાંધણી પર કલર કરવાની કળા પાટણનાં સાલવી પરિવારોએ એમની આગવી કોઠા સુઝથી શોધી હતી.

પોતાની આ કલાએ સાલવી પરિવાર તેમજ પાટણને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ અગાઉ કુલ 700 સાલવી પરિવારોને પાટણ લાવીને પટોળા બનાવવાની શરૂઆત કરાવી હતી. કોરોના મહામારીની વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે.

આ પટોળું શું છે, કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા સમયમાં બને છે તેમજ આટલું મોંઘુ શા માટે હોય છે તે જાણવુ ખુબ જ રોચક છે.  મહારાષ્ટ્રમાં આવેલ જાલના શહેરની આ કળા કહેવામાં આવે છે. તે સમયમાં પાટણના રાજા કુમારપાલે 11મી સદીમાં મહારાષ્ટ્રમાં આવેલ જાલના શહેરનાં કુલ 700 પરીવારોને પાટણમાં લાવવામાં આવ્યા ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે પણ પાટણના પટોળા વ્યવસાયમાં કોઈ અસર થઈ નથી. પટોળાની માંગ અકબંધ રહેવા પામી છે. જો કે, એક પટોળું બનાવવામાં કુલ 4 માણસો સાથે કામ કરે તો કુલ 6 મહિના જેટલો સમય લાગે છે. આ પટોળામાં જે ડીઝાઇન બનાવવામાં આવે છે તે રેસમનાં તારથી બનાવવામાં આવે છે.

આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે, તેની કિંમતની વાત કરીએ તો 1.25 લખી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોય છે. સરકાર દ્વારા પટોળાની બનાવટને જે પ્રમાણ પત્ર આપવામાં આવ્યો છે. જે ઓરિજિનલ પટોળાની ખરાઈ કરે છે પરંતુ બીજા લોકો પટોળાના નામે ખુબ ઉંચી કિંમત વસુલતાં હોય છે.

જેની માટે સરકારે કઈક કરવું જોઇએ. કારણ કે, આ પટોળું ઓર્ડેર પર જ બનાવી આપવામાં આવે છે. આ ઓર્ડેર દેશના મોટા શહેરો એટલે કે અમદાવાદ, દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગલોર જેવા મોટા શહેરોમાંથી વિશેષ આવે છે, આની સાથે અત્યારની માંગ સાથે હવે યુગ સાલવી પરિવારોના ૩ પુત્રો દ્વારા પટોળાની સાથે દુપટા, રૂમાલ, સ્કાર્ફ, ટાઈ તથા કોટ જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.

એની ઓરીજનલ બનાવટ જળવાઈ રહે તે ખુબ જરૂરી છે. દેશ-વિદેશમાં પટોળાએ એક આગવી ઓળખ પાટણ શહેરને અપાવી છે. આની સાથે નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વખત પટોળુ પહેરે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "જગપ્રસિદ્ધ પાટણના પટોળાનો રસપ્રદ ઇતિહાસ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે"

Leave a comment

Your email address will not be published.


*