દેશની પહેલી અને એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર, જે અડધી સેકન્ડમાં જ શૂટ કરવાની ટ્રેનિંગ આપે છે

સીમા રાવ, આ નામ આમ છે અજાણ્યું, પણ જો તમે કમાન્ડો ટ્રેનિંગ અંગે થોડું ગણું પણ જાણતા હો તો તમને એ નામ અજાણ્યું નહીં જ…

સીમા રાવ, આ નામ આમ છે અજાણ્યું, પણ જો તમે કમાન્ડો ટ્રેનિંગ અંગે થોડું ગણું પણ જાણતા હો તો તમને એ નામ અજાણ્યું નહીં જ લાગે, કારણ ડો. સીમા રાવ દેશની પહેલી અને એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર છે. સીમા રાવે ઘણી સિદ્ધિઓ મેળવી છે. 49 વર્ષની સીમા 20 વર્ષથી નિશુલ્કપણે સરકારની મદદમાં આર્મી, એરફોર્સ અને નેવી સહિત પેરામિલિટ્રી ફોર્સનાં કમાન્ડોને ટ્રેનિંગ આપી રહી છે. 20 વર્ષથી સિક્યોરિટી ફોર્સીસને ટ્રેઇન્ડ કરતી આવેલી સીમા રાવના નામે અન્ય ઘણી સિદ્ધિઓ જોડાયેલી છે.

સીમા પોતે મિલિટરી માર્શલ આર્ટ્સમાં 7 ડિગ્રી બ્લેક બેલ્ટ હોલ્ડર છે, આ ઉપરાંત તે એક કોમ્બેટ શૂટિંગ પ્રશિક્ષક, ફાયરફાઇટર, સ્કુબા ડાઇવર, રોક ક્લાઇમ્બિંગમાં HMI મેડલિસ્ટ અને મિસેઝ ઇન્ડિયા વર્લ્ડની ફાઇનાલિસ્ટ પણ છે. આ બધી વાતોની સાથે એક વાત એ પણ જાણી લો કે આ વિશ્વમાં ઘણાં ઓછા લોકો એવા છે કે જેમને દિગ્ગજ બ્રુસ લી દ્વારા વિકસાવવામાં આવેલા જીટ કૂન ડો આર્ટ આવડતો હોય, અને સીમા તેમાની એક છે અને તે આ માર્શલ આર્ટ શીખવે પણ છે.

દુનિયામાં ફક્ત 5 મહિલાઓ બ્રૂસ લી માર્શલ આર્ટ ‘જીત કુન ડો’ જાણકાર છે, સીમા રાવ તેમાંથી એક છે.

સીમાને ભારતની સુપર વુમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી સીમાએ આર્મી,નૌસેના વાયુસેના અને અર્ધસૈનિકબળોનાં જવાનોને ટ્રેનિંગ આપી છે.

સીમા રાવ અને તેનો પતિ છેલ્લા 17 વર્ષોથી માર્શલ આર્ટ્સની તાલિમ આપી રહ્યા છે અને તે પણ મફતમાં, એક એવો પણ સમય આવી ગયો હતો કે જ્યારે બંનેની આર્થિક પરિસ્થિતિ ગંભીર બની હતી, છતાં તેમણે પોતાની આ તાલિમની ફી લીધી નહોતી. અહીં એક વાતની નોંધ કરવાની કે પોતાના કામના કારણે સીમા પોતાના પિતાના અંતિમ સંસ્કારની વિધિમાં પણ સામેલ થઇ શકી નહોતી.

સીમાને ઘણાં એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સીમાં પાસે જે કૌશલ્ય છે તેને માત્ર દેશમાં જ નહીં પણ દેશની બહાર પણ એટલી જ સરાહના મળી છે. સીમાં કન્વેન્શલ મેડિસિનમાં ડોક્ટર છે અને સાથે જ તેની પાસે ક્રાઇસિસ મેનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી પણ છે. ઘણાં ઓછા લોકો એ જાણે છે કે સીમા રાવ માર્શલ આર્ટ્સ પર બનેલી ભારતની પ્રથમ ફિલ્મની નિર્માતા અને નિર્દેશક પણ છે. આ ફિલ્મનું નામ છે હાથાપાઇ.

ખરાબ સમયમાંથી બહાર આવી જવું એ હંમેશા મજબૂત ઇરાદા ધરાવતા લડવૈયાની ખાસિયત રહી છે. સીમાનું પાત્ર પણ કંઇક એવું જ છે. એક હૂમલા દરમિયાન માથા પર થયેલી ગંભીર ઇજાને કારણે સીમા પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી. જો કે પોતાના જુસ્સા અને ઝનૂનના જોરે સીમાએ પોતાના સામાન્ય જીવનમાં જોશભેર પુનરાગમન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *