14 મહિના પછી મેદાનમાં જોવા મળશે ધોની, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WelcomeBackDhoni

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન આજથી UAE માં શરૂ થશે. આ સિઝનની પહેલી મેચ સાત વાગ્યાથી અબુધાબીમાં રમાશે, જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન આજથી UAE માં શરૂ થશે. આ સિઝનની પહેલી મેચ સાત વાગ્યાથી અબુધાબીમાં રમાશે, જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો થશે. આ મેચ દ્વારા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની 14 મહિના પછી ક્રિકેટમાં પાછા ફરશે. આવી સ્થિતિમાં ચાહકો ધોની પર નજર રાખી રહ્યા છે અને હેશટેગ વેલકમબેક ધોની (#WelcomeBackDhoni) સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ધોનીએ ગત વર્ષે જુલાઈમાં ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી હતી. તે વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ હતી, જેમાં ભારત 18 રને હાર્યું હતું.

IPL 2020 કોરોના વાયરસ રોગચાળાને કારણે યુએઈમાં યોજાનાર છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોટું આકર્ષણ હશે કારણ કે, તેણે ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું.

IPL 2020 શરૂ થવા માટે માત્ર થોડા કલાકો બાકી છે અને ધોની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ધોનીના ચાહકો ફરીથી તેમના મનપસંદ ખેલાડીઓને મેદાન પર જોવા માટે ઉત્સુક છે, જેનો અંદાજ સોશ્યલ મીડિયા પર કરવામાં આવતા ટ્વિટ પરથી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *