આ દિગ્ગજ ખેલાડીએ ચાર વર્ષની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી અને પિતાએ દિવસ-રાત એક કરી બનાવ્યો ક્રિકેટર

Published on: 6:48 pm, Mon, 28 September 20

ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શો છેલ્લા ઘણાં સમયથી મેદાનની અંદર અને બહારના સમાચારો માટે ચર્ચામાં આવતો રહેતો હોય છે. પૃથ્વી હાલમાં IPLની 13મી સીઝન માટે રમવા માટે સંયુક્ત આરબ અમીરાત એટલે કે દુબઈમાં છે. તે દિલ્હી કેપિટલ્સનો ટીમ ઓપનર છે.હાલમાં પૃથ્વી શોને લઈ એક જાણકારી સામે આવી રહી છે.

શુક્રવારનાં રોજ પૃથ્વીએ ધમાકેદાર કુલ 64 રન ફટકાર્યા તથા ત્યારબાદ તેઓ ‘મેન ઓફ ધ મેચ’ પણ રહ્યા હતાં. આ યુવા ખેલાડીનું જીવન કેટલાંક સંઘર્ષથી પસાર થયેલું છે. અહિયાં સુધી પહોંચવા માટે એણે તેમજ એના પિતાએ દિવસ રાત એક કરી દીધા.

પૃથ્વી ફક્ત 4 વર્ષનાં હતાં ત્યારે એના માથા પરથી માતાની મમતા દૂર થઇ ગર હતી. ત્યારબાદ એમના પિતાએ જ માતા તેમજ પિતા એમ બંનેની ફરજ અદા કરી હતી. પૃથ્વીનાં કપડા ધોવાથી લઇને મેદાન પર પ્રેક્ટીસ માટે છોડવા સુધીની તમામ જવાબદારી એના પિતાએ જ ઉઠાવી હતી.

ભારતીય ટીમ તરફથી રમતાં સંતે પ્રથમ ટેસ્ટ મેચમાં જ પૃથ્વીએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. ડેબ્યુ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ પણ પૃથ્વીના નામે રહેલો છે. પૃથ્વી મૂળરૂપે તો બિહારમાં આવેલ ગયા નામના જિલ્લાના છે. જો કે, હવે એ એક મહારાષ્ટ્રિયન છે.

કારણ કે, વર્ષો અગાઉ એમના પિતા મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. પૃથ્વી જ્યારે માત્ર 3 વર્ષના હતા ત્યારે જ પિતાએ વિરાટનાં ક્રિકેટ એકેડેમીમાં પૃથ્વીનું એડમીશન કરાવ્યું હતું. હાલમાં પૃથ્વી ભારતના ખ્યાતનામ ખેલાડી બની ગયા છે તેમજ એમની સમગ્ર દેશ તેમજ વિદેશમાં પ્રસરી રહી છે તો એમાં એમના પિતાનો ખૂબ અગત્યનો ભાગ રહેલો છે.

પૃથ્વી પણ કેટલીય વાર આ વાત સોશિયલ મીડિયામાં જણાવી ચુક્યા છે કે, એની માતાનું મૃત્યુ થયા પછી પિતાએ જ ગુજરાન ચલાવ્યું તેમજ કામ કર્યું છે. એના પિતાએ થોડા સમય માટે પોતાનો કારોબાર પણ ઠપ કરી દેવો પડ્યો હતો. શાનદાર પ્રદર્શનને લીધે પુર્થ્વીએ વર્ષ 2017માં તામિલનાડુમાં મુંબઈની વિરુદ્ધ પહેલી શ્રેણી ક્રિકેટમાં એન્ટ્રી મારી તેમજ પહેલી જ રણજી મેચમાં એ ‘મેન ઓફ ધ મેચ’ બન્યા.

ત્યારપછી તેઓ વિજય હજારે ટ્રોફીમાં પણ રમ્યા હતાં. ત્યારબાદ પૃથ્વી અન્ડર 19 ક્રિકેટ ટીમનાં કેપ્ટન બન્યા હતાં. ત્યારબાદ અન્ડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં માત્ર 100 બોલમાં કુલ 84 રન ફટકાર્યા હતાં. એમની કેપ્ટનશીપમાં 3 ફેબ્રુઆરીનાં રોજ ભારતની ટીમે અન્ડર 19 વર્લ્ડ કપ પ્રાપ્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle