મેચ પૂર્ણ થયા બાદ વરૂણ ચક્રવર્તીએ મહેન્દ્રસિંહ ધોની સાથે કર્યું એવું કે, ગણતરીની મિનિટોમાં જ વાયરલ થયો વિડીયો 

Published on: 11:42 am, Fri, 30 October 20

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાંક વિદોયો સામે આવતા રહેતાં હોય છે. IPL ની મજા તમામ લોકોએ માણી તો હશે જ પણ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોની કુલ 16 વર્ષ લાંબી કારકિર્દી, કુલ 538 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ, કુલ 17,000 થી વધારે રન કરેલ છે.

MS ધોની જેવા બેટ્સમેનને આઉટ કરવો પણ બોલર માટે ખુબ ગર્વની વાત હોય છે. જો આ કામ કોઈ યુવા બોલર કરી બતાવે તો એની ખુશીમાં વધારો થઈ જાય છે. કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિનર વરૂણ ચક્રવર્તીએ સતત બીજી વખત ધોનીને બોલ્ડ આઉટ કરી દીધો હતો. તે બોલર જે ધોનીનો દિવાનો છે. એને જોવા માટે ચક્રવર્તી હંમેશા ચેન્નઈના ચેપોક મેદાન પર જતો હતો પણ બુધવારનાં રોજ ધોની સતત બીજી વખત એની ફીરકીની આગળ લાચાર જોવા મળ્યો હતો.

વીડીયો થયો વાયરલ :
મેચ પછી ધોનીનો એક વીડિયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરૂણ ચક્રવર્તી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની સાથે ચર્ચા કરતો દેખાઈ રહ્યો છે. એવું જણાઈ રહ્યું છે કે, જાણે ધોનીની પાસેથી એ કોઈ ટિપ્સ લઈ રહ્યો છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોની તથા ચક્રવર્તી ડગ આઉટની નજીક ઊભા છે. ધોનીની વાતોને ચક્રવર્તી ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો છે.

ધોનીને બીજી વખત બોલ્ડ કર્યો :
ચેન્નઈ સુપર કિંગ્સ તથા કોલકાતા નાઇટ રાઇડર્સની પ્રથમ મેચમાં પણ ચક્રવર્તીએ ધોનીને બોલ્ડ કર્યો હતો. મેચ પછી ચક્રવર્તીએ ધોની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ચક્રવર્તીએ જણાવતાં કહ્યું હતું કે, 3 વર્ષ પહેલા એ ચેન્નઈની ટીમને મેદાન પર સામાન્ય દર્શકોની સાથે બેસીને ધોનીની મેચ જોતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle