IPL 2022 RCB vs RR: ફાઈનલમાં એન્ટ્રી લેવા આજે સાંજે અમદાવાદમાં ‘કરો યા મરો’ની જંગ, જાણો શું કહે છે આંકડા?

આજે IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સનો(Rajasthan Royals RR) મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore RCB) સાથે થવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની…

આજે IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સનો(Rajasthan Royals RR) મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore RCB) સાથે થવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. અને હારેલી ટીમ પોતાના ઘરે પરત જશે. તેથી આ મેચ કરો યા મરો ની મેચ છે.

IPL 2022ની લીગ મેચોમાં સારું પ્રદર્શન કરીને રાજસ્થાન અને બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. બીજી ક્વોલિફાયરમાં કઈ ટીમ જીતશે તે સવાલ દરેકના મનમાં છે. ઈતિહાસ ના આંકડા પર નજર કરીએ તો પ્લેઓફ મેચમાં RR ની ટીમ બેંગ્લોરથી પાછળ જોવા મળી રહી છે. જો રાજસ્થાન રોયલ્સ RCB સામેની પ્લેઓફ મેચ જીતવા માંગે છે તો તેણે 7 વર્ષ જૂનો ઈતિહાસ બદલવો પડશે.

રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો સંજુ સેમસનના નેતૃત્વમાં ટીમે 14માંથી 9 મેચ જીતી અને 5 મેચ હારી. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ બીજા નંબરે રહી હતી. જેના કારણે તેને 2 વખત પ્લેઓફમાં રમવાની તક મળી. પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટે પરાજય થયો હતો.

હવે સંજુ સેમસનની ટીમ માટે ફાઇનલમાં પહોંચવાની આ છેલ્લી તક છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લીગ સ્ટેજમાં ચોથા નંબર પર છે. બેંગ્લોરની ટીમે 14માં 8 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યા બાદ આરસીબીનો ઉત્સાહ વધી ગયો છે.

રાજસ્થાન સામે બેંગ્લોરની વાત કરી એ તો
આઈપીએલ પ્લેઓફ મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે હારી નથી. આઈપીએલના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે માત્ર એક જ વખત પ્લેઓફ મેચ રમાઈ છે. RCB અને રાજસ્થાને IPL 2015માં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ સિઝનની પ્રથમ એલિમિનેટર મેચ 20 માર્ચ 2015ના રોજ પુણેમાં રમાઈ હતી.

પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 4 વિકેટે 180 રન બનાવ્યા હતા. વિજય માટે 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 19 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગ્લોરે આ એલિમિનેટર મેચ 71 રને જીતી લીધી હતી. એબી ડી વિલિયર્સે તે મેચમાં 66 રન બનાવ્યા હતા. પરંતુ આજે બધાની નજર સાંજની મેચ પર ટકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *