‘ઉડતા કોહલી’ -વન હેન્ડ કેચ પકડી રિષભ પંતને કર્યો પેવેલિયન ભેગો- વિડીયો જોઈ આંખો પહોળી થઇ જશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં વિરાટ કોહલી(Virat Kohli)ની બેટિંગ ભલે જુના ટચમાં જોવા ન મળી હોય, પરંતુ ફિલ્ડિંગના ક્ષેત્રમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો પૂર્વ કેપ્ટન(Captain)…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં વિરાટ કોહલી(Virat Kohli)ની બેટિંગ ભલે જુના ટચમાં જોવા ન મળી હોય, પરંતુ ફિલ્ડિંગના ક્ષેત્રમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો પૂર્વ કેપ્ટન(Captain) વધારે મજબૂત છે. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક તરીકે જાણીતા કોહલીએ શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંત(Rishabh Pant)નો અદ્ભુત કેચ પકડ્યો હતો.

આ ઘટના દિલ્હીની ઇનિંગ્સની 17મી ઓવરમાં બની હતી. ઋષભ પંત ઓવરના ત્રીજા બોલને મોહમ્મદ સિરાજ દ્વારા ફેંકવામાં આવેલા બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો ન હતો. પૂર્વ આરસીબી કેપ્ટન 30-યાર્ડ સર્કલની બહાર જ ઊભો હતો. આ દરમિયાન લાગી રહ્યું હતું કે બોલ કોહલીની ઉપર જશે, પરંતુ કોહલીએ કૂદકો મારીને એક હાથે કેચ પકડી લીધો હતો.

રિષભ પંતની વિકેટે મેચ આરસીબીની તરફેણમાં ફેરવી દીધી અને આરસીબીએ 16 રનથી જીત મેળવી. નહિંતર, રિષભ પંત જે પ્રકારની બેટિંગ કરી રહ્યો હતો, તે આસાનીથી મેચ દિલ્હીના કબજામાં કરી શક્યો હોત. રિષભ પંતે માત્ર 17 બોલમાં 34 રનની ઇનિંગ રમી જેમાં 3 ફોર અને 2 સિક્સ મારી હતી.

દિલ્હી સામેની મેચમાં વિરાટ કોહલી બેટથી કઈ ખાસ પ્રદશૅન બતાવી શક્યો નહતો. લલિત યાદવના સીધા થ્રો પર કોહલી રનઆઉટ થયો હતો. આઉટ થતા પહેલા વિરાટ કોહલીએ 14 બોલમાં 12 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી વર્તમાન IPL સિઝનમાં બીજી વખત રનઆઉટ થયો છે. અગાઉ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં કોહલી સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલના થ્રો પર રનઆઉટ થયો હતો.

કોહલીના નામે સૌથી વધારે રન: 
વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ અત્યાર સુધી 213 મેચમાં 37.00ની એવરેજથી 6402 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 42 અડધી સદી અને 5 સદી નીકળી છે. જો કે હાલના સિઝનમાં વિરાટ કોહલી એકવાર પણ ફિફ્ટી મારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *