IPLને લઈને આવ્યા રાહતના સમાચાર: BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે…

ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે અને કેટલાય લોકો આ કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. ત્યારે આવતી કાલે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું…

ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે અને કેટલાય લોકો આ કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. ત્યારે આવતી કાલે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ખેલાડીઓમાં પણ ફેલાઈ રહ્યું છે જેને લીધે IPL ની 14 મી સીઝન મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આ બાબત પર BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરતા શું કહ્યું જાણીએ વિસ્તૃતમાં…

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ઘણી ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ BCCI એ આઈપીએલ મોકૂફ(હાલ પુરતી સ્થગિત) રાખવાનો નિર્ણય લીધો છે. IPL બંધ થવાને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 9 એપ્રિલના રોજ શરૂ થનાર આ IPLની સિઝનમાં કુલ 29 મેચ રમાઈ હતી જયારે IPL ટુર્નામેન્ટની 31 મેચ બાકી છે. ત્યારે આવા કોરોનાના કાળમાં બાકી રહેલી મેચ ક્યારે રમાશે તેના સવાલો થઈ રહ્યા છે ત્યારે તેમનો જવાબ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપ્યો છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે IPLને સંપૂર્ણ પણે રદ કરવામાં નથી આવી, IPLને ફક્ત થોડા સમય માટે થોભાવી દેવામાં આવી છે. સાથે કહ્યું છે કે IPL-14 ની બાકી રહેલી તમામ મેચ રમાશે. જયારે કોરોનાના સંક્રમણની સ્થિતિમાં સુધારો આવશે ત્યારે યોગ્ય સમયે આગામી મેચ રમાશે તેમનો નિર્ણય લેવામાં આવશે.

સાથે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે IPL મોકૂફ રાખવાનો સુચન કરતો પત્ર ફક્ત 5 દિવસ કે એક અઠવાડિયા માટેનો નથી. 5 દિવસ કે એક અઠવાડિયા બાદ IPL ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તેવી અટકળો ચાલી રહી છે જે સંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *