IPL 2019 ફાઇનલની ટિકિટો માત્ર 2 મિનિટમાં જ વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ?

Published on Trishul News at 11:36 AM, Thu, 9 May 2019

Last modified on May 9th, 2019 at 11:36 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનના ફાઇનલની ટિકિટ માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મિનિટમાં જ વેચાઇ ગઈ હતી. જે આઈપીએલ ફેન્સની રમત પ્રત્યે ઘેલછા તો દર્શાવે છે પરંતુ તેની સાથે પારદર્શિતા પર પ સવાલ ઉઠાવે છે. બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ ટિકિટ માટે વેચાણ શરૂ કર્યું હતું. આ માટે કોઇ જાહેરાત પણ નહોતી આપવામાં આવી તેમ છતાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.

આ અંગે હૈજરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ ઉઠાવતાં કહ્યું, ફાઇનલ માટે તમામ ટિકિટો સેકન્ડોમાં કેવી રીતે વેચાઇ શકે ? આ ઘણું ચોંકાવનારું છે અને BCCIએ ફાઇનલ જોવાની ઇચ્છા રાખતાં પ્રશંસકોનો દૂર રાખવાનો જવાબ આપવો પડશે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ટિકિટ અંગે ખબર પડી ત્યાં સુધીમાં તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 12 મેના રોજ યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 પ્રેક્ષકોને સમાવવાની છે. મોટાભાગની મેચોમાં 25,000થી 30,000 ટિકિટ વેચાઇ જાય છે. પરંતુ આ વખતે એવું શું થયું કે કોઇને ખબર ન પડી અને બે મિનિટમાં જ તમામ ટિકિટ વેચાઇ ગઇ. સૂત્રોના જણાવ્યા મુજબ 1000, 1500, 2000, 2500 અને 5000 રૂપિયાની ટિકિટો વેચાવાની હતી, પરંતુ EventsNowએ 1500, 2000, 2500 અને 5000 વાળી જ ટિકિટો વેચી. અન્ય 12,500, 15,000 અને 22,500 રૂપિયાની ટિકિટનું શું થયું તે ખબર નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.

EventsNowના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, હું આ અંગે કોઇ જાણકારી આપી શકું નહીં. અમને જે ટિકિટો મળી હતી તે વેચી છે. આ અંગે બીસીસીઆઈ જવાબદાર છે અમે નહીં. HCAના અધિકારીએ કહ્યું કે, ઇવેન્ટ્સનાઉ અને બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.

મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ચુકી છે. શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયરની ટીમ ફાઇનલમાં પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "IPL 2019 ફાઇનલની ટિકિટો માત્ર 2 મિનિટમાં જ વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ?"

Leave a comment

Your email address will not be published.


*