ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

IPL મેચમાં ઓપનીંગ કરવા માંગતો હતો આ ખેલાડી, કોચે ના પાડી તો એવા હાલ કર્યા કે…

હાલમાં તમામ લોકો IPLની રાહ જોઈ રહ્યાં છે. થોડા દિવસ બાદ IPLની શરૂઆત પણ થવાં જઈ રહી છે. IPLની તમામ ટીમો રમવાં માટે દુબઈમાં પહોંચી ગઈ છે. થોડાં દિવસ પહેલાં ‘રસોડે મે કૌન થા’ વિડીયોને લઈને યુજ્વેન્દ્ર ચહલ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ નાં સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ એની બોલિંગ તથા મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર એની વિનોદી શૈલીને માટે ખુબ જ જાણીતો છે. ચહલે ઘણીવાર જણાવતાં કહ્યું છે કે, તે બેટિંગ કરવાનું પસંદ કરે છે તેમજ એ ઇચ્છે છે કે, અમને બેટિંગમાં ટોપ ઓર્ડરમાં રહેવાની તક આપો.

જો, ભારતીય ટીમમાં આ ઇચ્છા પૂર્ણ થઈ ન હતી, તો ચહલે એને IPLમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે એની આ ઇચ્છા પણ પૂરી ન થઇ ત્યારે એ કોચ માઇક હેસનને હેરાન કરવાં લાગ્યો હતો.યુઝવેન્દ્ર ચહલ મેદાન પર બોલિંગની ઉપરાંત એની વિનોદી શૈલીને માટે પણ ઘણો જાણીતો છે.

 

View this post on Instagram

 

When you ask him to open the batting & he says no ????

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

એકવાર મજાકમાં એણે લોકડાઉનમાં કેપ્ટન વિરાટ કોહલીની પત્ની તેમજ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને એની ભલામણ કરવાની વાત કરવામાં આવી હતી. ત્યાં કોઇ વાત ન થઇ તો એણે RCBમાં અપીલ કરી. એણે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી.

તસ્વીરમાં એ કોચનો હાથ મરડતો જોવાં મળ્યો હતો. કેપ્શનમાં જણાવતાં કહ્યું છે કે, જ્યારે તમે કોચને કહો કે એ ઓપનિંગ કરવાં દે તેમજ કોચ તમારી વાત ન માને ત્યારે જો, કે કેપ્શનમાં જે ઇમોજી હતી એના પરથી સ્પષ્ટ થઇ ગયુ કે સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ મજાક કરી રહ્યો છે.

RCBએ થોડા સમય અગાઉ જ બિહાર ટ્રોફી વર્ષ 2008-09માં હિમાચલ પ્રદેશ સામે રમેલ એમની એક ઇનિંગના આંકડા વિશે જાણકારી આપવામાં આવી હતી. ફ્રેન્ચાઇઝીએ જણાવતાં કહ્યું હતું કે, ચહલે અન્ડર -19 ટીમની એ મેચમાં કુલ 135 તથા 46 રન બનાવ્યા હતાં. આખી ટૂર્નામેન્ટમાં કુલ 281 રન બનાવ્યા હતાં. ફ્રેન્ચાઇઝ પોસ્ટની સાથે લખ્યું હતું કે, ‘યુજી, રમત ઉપરના ક્રમમાં સારી રહેશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en