IPS સંજીવ ભટ્ટ ની ખુબ જ જલ્દી થઇ શકે છે જેલમુક્તિ, ફરિયાદીએ કોર્ટમાં કહ્યું મારે ફરિયાદ પાછી લેવી છે

IPS સંજીવ ભટ્ટ સામે કસ્ટોડિયલ ટોર્ચરની આજથી ત્રીસ વર્ષ પૂર્વે નોંધાયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે. . વર્ષો પહેલા ગુજરાતના જામખંભાળીયા કસ્ટોડિયલ…

IPS સંજીવ ભટ્ટ સામે કસ્ટોડિયલ ટોર્ચરની આજથી ત્રીસ વર્ષ પૂર્વે નોંધાયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે. . વર્ષો પહેલા ગુજરાતના જામખંભાળીયા કસ્ટોડિયલ ડેથના કેસમાં તે સમયે સંજીવ ભટ્ટને કોર્ટે ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા આપી હતી. સંજીવ ભટ્ટ સહિત બીજા પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. કસ્ટોડિયલ ટોર્ચરના ફરિયાદી મહેશ ચિત્રોડાને હાઇકોર્ટ વકીલ મારફત સોંગદનામું દાખલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે

ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે આજથી ત્રીસ વર્ષ પહેલાં કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખુદ ફરિયાદી દ્વારા સંજીવ ભટ્ટ સહિતના કેટલાક પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. ઓક્ટોબર 1990માં ફરિયાદ કરવામાં આવી હતી, અને આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ નિખિલ ખરિએલે ફરિયાદી મહેશ ચિત્રોડાને તેમના વકીલ મારફતે કોર્ટમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

આ બાબતે કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ નોંધ્યા પછી તેને પાછી ખેંચવા માટે અહીંના રેકોર્ડ પર કેટલીક બાબતો લાવવી જરૂરી હોય છે, કારણ કે સંજીવ ભટ્ટના કેસમાં કોર્ટનો ખૂબજ સમય વ્યર્થ થયો છે, તેમજ આ કેસમાં અનેક બાબતે અને ઘણીવાર ચડાવ-ઉતાર આવ્યા છે, ત્યારે ફરિયાદીએ સોગંદનામું ફાઇલ કરવું ખૂબ જ જરૂરી છે અને ત્યાર પછી જ કોર્ટ દ્વારા વધારે સુનાવણી કરવામાં આવશે.

30 ઓક્ટોબર 1990ના રોજ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પ્રભુદાસ વૈશ્નાની નામના એક સમૂહ પોલીસે ઢોર માર માર્યો હોવાથી મોત થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ટોર્ચરનો ભોગ બનેલા મહેશ ચિત્રોડા ઉપરાંત ચેતન જાની અને લાલજીભાઈ હરજીભાઈ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી.

કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના બની ત્યારે તે સમયે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લાના એએસપી હતા. મળતી માહિતી પ્રમાણે રાયોટીંગની ફરિયાદના આધારે પોલીસે 133 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. જેમાં મૃતક પ્રભુદાસ વૈષ્ણવની સહિત બીજા ત્રણ ફરિયાદીઓનો સમાવેશ પણ થાય છે રાવજીભાઈ અને ચેતન જાની દ્વારા પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના પોલીસ કર્મીઓને વર્ષો પહેલા 1992 સમન્સ મોકલવામાં આવ્યું હતું.

ત્યારે રાજ્ય સરકારે આરોપો પડતા મૂકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો, પરંતુ સમન્સનો આદેશ રેકોર્ડ પર ન હોવાના કારણે આ કેસમાં વારંવાર લીટીગેશન કરવામાં આવતી હતી. ત્યારબાદ ૧૯૯૬માં આરોપી પોલીસ અધિકારી પ્રવીણ ઝાલા દ્વારા સમન્સ અને ફરિયાદને રદ કરવા માટે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ 1999માં સંજીવ ભટ્ટ પણ આજ માંગ સાથે ફરી એકવાર હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા.

હાઇકોર્ટ દ્વારા અગાઉ રાઘવજીભાઇ અને ચેતન જાની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને રદ કરવા માટે આદેશ કર્યો હતો. અને ચિત્રોડાની ફરિયાદ કરવા માટે કોર્ટમાં દલીલો છેલ્લા ઘણા સમયથી ચાલુ છે સંજીવ ભટ્ટના વકીલ સોમનાથ અને સરકારી વકીલે આ મામલે દલીલો કરી રહ્યા હતા. તેવામાં એડવોકેટ વી.એચ.પટેલ કોર્ટને ફરિયાદીના નીચલી કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચી લેવાનો નિર્ણય અંગે જાણ કરી હતી. જેના પર સરકારી વકીલે ફરિયાદીના આ નિર્ણય સામે સરકારને કોઈ જ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું.

કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા સંભળાઈ આ ઉપરાંત આઇપીએસ સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના એક વકીલને પાલનપુર બોલાવીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનું પણ આરોપ લાગી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાય બુદ્ધિજીવીઓના મતે સંજીવ ભટ્ટ એ અધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે. જેઓ નરેન્દ્ર મોદીની સત્તા સુધીની સફરમાં કરવમાં આવેલા કેટલાક કાળા કામ તેઓ જાણે છે.

સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની ‘ગુડબુક્સ’માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી. કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી. જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. ત્યાર બાદ તેઓ સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *