ઇકબાલભાઇની રાખડીઓ  વિષે જાણીને PM સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો થયા આકર્ષિત

અમદાવાદ(ગુજરાત): રક્ષાબંધનએ એક પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે કોરોનાકાળમાં કોઇ પણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ પ્રાથના કરતા હોય તે સ્વભાવિક વાત છે. ભાઇના…

અમદાવાદ(ગુજરાત): રક્ષાબંધનએ એક પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે કોરોનાકાળમાં કોઇ પણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ પ્રાથના કરતા હોય તે સ્વભાવિક વાત છે. ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે તેવું દરેક બહેન અને કોરોના નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એક બીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના કરતા હશે.

રક્ષાબંધનનું પર્વ દેશભરમાં કરોડો લોકો ઉજવે છે, ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇએ અનોખો પ્રયાસ શરુ કર્યો છે. કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના ઇકબાલભાઇએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા આ આકર્ષિત રાખડીઓ લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી બનાવવામાં આવી છે.

ઈકબાલભાઇના જણાવ્યા અનુસાર, રક્ષાબંધનના પર્વની રાજ્યભર અને દેશભરમાં લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી તૈયાર કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડ-ભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વ રક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે. ઇકબાલભાઇ દ્વારા કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો, કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર સંદેશા આપતી રાખડીઓ પણ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના રખીયાલમાં વસતા ઇકબાલભાઇની આ કળાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો તેમનાથી આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઇકબાલભાઇની કળાની નોંધ પણ લીધી છે તેના વખાણ પણ કર્યા છે.

જ્યારે ઇકબાલભાઇના પિતા કેન્સર સામે લડી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર દરમિયાન કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા હતા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજ ઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચાર આપ્યો હતો. બસ પછી તો ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *