જો તમે આ કામ કરી બતાવશો, તો આ સરકાર તમને આપશે કરોડો નહિ અરબો રૂપિયા, જાણો વિગતે

અમેરિકા દ્વારા ઈરાન દેશના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી ઇરાન અને અમેરિકા બંને એકબીજાના કટ્ટર દુશ્મન થઇ ગયા છે. આ રવિવારે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ…

અમેરિકા દ્વારા ઈરાન દેશના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી ઇરાન અને અમેરિકા બંને એકબીજાના કટ્ટર દુશ્મન થઇ ગયા છે. આ રવિવારે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી, ત્યારે ઈરાનની વળતો હુમલો પણ ચાલુ થયો હતો, અને તેના થોડા જ સમયમાં ઇરાને એક મોટી જાહેરાત કરી હતી અને ટ્રમ્પ પર ઈનામ જાહેર કર્યું હતું.

ખરેખર તો એક રિપોર્ટ અનુશાર, જનરલ સુલેમાનીનાં અંતિમ સંસ્કાર દરમ્યાન એક સંસ્થાએ ટ્રંપનું માથું વાઢી લાવનાર માટે 80 મિલિયન ડોલર (અંદાજે 5.76 અરબ રૂપિયા) ની જાહેરાત કરી છે. મશાદમાં જે સમયે સુલેમાનીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તે જ સમયે સંસ્થાએ જાહેરાત કરી હતી.

આ સંસ્થાએ ઈરાનનાં બધા જ નાગરિકોને એક ડોલર દાન કરવાની અપીલ કરી છે કે, ટ્રંપનાં માથાના બદલામાં રાખવામાં આવેલાં 80 મિલિયન ડોલરની રકમને એકત્ર કરવા માટે દરેક ઈરાની નાગરિકો દાન આપે,જેથી તે રકમનો ઉપયોગ થઈ શકે.

ગયા રવિવારે જનરલ કાસિમ સુલેમાનીની લાશ ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ત્યારે સુલેમાનીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેની શરૂઆત અહવાઝથી થઈ હતી.

અહવાઝમાં હજારો લોકો સુલેમાનીના સન્માનમાં એકત્ર થયા હતા અને અમેરિકા, ઇઝરાઇલ અને સાઉદી અરેબિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુલેમાનીના મૃતદેહ ઉપરાંત ઇરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફ્રન્ટના બીજા કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસનો મૃતદેહ પણ ઇરાન લાવવામાં આવ્યો છે, જેથી ડીએનએ પરીક્ષણ થઈ શકે. અમેરિકી હવાઇ હુમલામાં સુલેમાની સાથે અબુ મહદી પણ માર્યો ગયો હતો. મુહંદિસ ઇરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફ્રન્ટના સેકન્ડ-ઇન-કમાન્ડ હતા.

બીજીબાજુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા છે. ઈનામ તેના માથા પર મૂક્યા પછી પણ તેમણે ટ્વિટ કર્યું હતું કે જો ઈરાન અમેરિકાની કોઈ પણ સંસ્થા અને અમેરિકનને હાનિ પહોંચાડશે તો તેનો જવાબ તાત્કાલિક અને સંપૂર્ણ રીતે જોખમી અંદાજમાં આપવામાં આવશે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે ફક્ત લશ્કરી સાધનો પર બે ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યા છે. અમે વિશ્વના સૌથી મોટા અને શ્રેષ્ઠ છીએ! જો ઇરાન કોઈ અમેરિકન બેઝ, અથવા કોઈ અમેરિકન પર હુમલો કરે છે, તો અમે તેમના માર્ગ પર અમારા નવા શસ્ત્રો અને સુંદર ઉપકરણોને વિના સંકોચે મોકલીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *