ભારતીય રેલવે પરીક્ષા વગર આપશે અધધ આટલા લોકોને નોકરી, જાણો પગાર ધોરણ

Published on: 10:52 am, Tue, 30 May 23

IRCTC Recruitment 2023: શું તમે પણ રેલ્વે વિભાગમાં કામ કરવા માંગો છો, તો હવે તમે ભારતીય રેલ્વે વિભાગ (Indian Railway Department Job)માં ટુરિઝમ મોનિટરની પોસ્ટ (Tourism Monitor Post Job) પર તમારી ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત કરી શકો છો. આ ટુરિઝમ મોનિટરની પોસ્ટ્સ પર ઇન્ટરવ્યુના આધારે પસંદગી મેળવવાની ઘણી મોટી તક છે. IRCTC ઉત્તર ઝોનમાં રેલવે ભરતી સેલ હેઠળ 14 TM નોકરી (IRCTC Recruitment 2023)ઓની ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (IRCTC ભરતી) માટે અરજી કરવા માંગે છે, તે લોકો IRCTCની સતાવાર વેબસાઇટ irctc.com પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે 29 મે અથવા 30 મેના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ (IRCTC Bharti 2023) પર નોકરી (Sarkari Naukari) કરવા માંગો છો, તો આપેલ બધી બાબતો ધ્યાનથી વાંચવી ખુબ જ જરૂરી છે.

જાણો IRCTC ભરતી માટે શું છે શૈક્ષણિક લાયકાત:

વાત કરવામાં આવે તો ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પ્રવાસનમાં 3 વર્ષની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અથવા તો કોઈપણ પ્રવાહમાં 3 વર્ષની સ્નાતકની ડિગ્રી અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં 1 વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. મહત્વનું છે કે, ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ટ્રાવેલ એન્ડ ટુરીઝમમાં 2 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા હોવી જોઈએ.

જાણો IRCTC ભરતી માટે શું છે વય મર્યાદા:

જો વાત કરવામાં આવે તો ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તે વ્યક્તિની ઉંમર 28 વર્ષની હોવી જોઈએ. સરકારની માર્ગદર્શિકા અનુસાર, SC/ST/OBC/PWD/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

જાણો IRCTC ભરતી માટે કેટલો છે પગાર:

મહત્વનું છે કે, ઉમેદવારોની પસંદગી પર, 30,000 રૂપિયા અથવા 35,000 રૂપિયા પગાર આપવામાં આવશે. સાથે દૈનિક ભથ્થું: 12 કલાકથી વધુ સમય માટે ઓન-બોર્ડ ટ્રેનમાં 350/- પ્રતિ દિવસ (100%), 6 થી 12 કલાક માટે 70% અને 6 કલાકથી ઓછા સમય માટે 30%, જયારે નેશનલ હોલિડેઝ એલાઉન્સ (NHA): રાષ્ટ્રીય રજા દીઠ રૂ.384/- (જો કામ કર્યું હોય) અને તબીબી વીમો: રૂ.800/- પ્રતિ મહિને (માન્ય દસ્તાવેજો સબમિટ કરવા પર ભરપાઈપાત્ર) અને રહેવાના ખર્ચ: રૂ. 240/- ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "ભારતીય રેલવે પરીક્ષા વગર આપશે અધધ આટલા લોકોને નોકરી, જાણો પગાર ધોરણ"

Leave a comment

Your email address will not be published.


*