ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Girlfriend understandably chatting with the policeman, what happened next is amazing…

21મી સદીના આ દોરમાં પોલીસની અપરાધીઓને પકડવાની ટ્રિક પણ બદલાઇ રહી છે. હવે પોલીસ ગુનેગારોની જબળાઇનો ફાયદો ઉઠાવીને તેના સુધી પહોંચી જાય છે. આવું જ કંઇક રાજધાની દિલ્હીના મુંડકા વિસ્તારમાં જ્યાં એક કાર લૂંટારાને પકડવા માટે પોલીસે જે ટ્રિક અજમાવી તે જાણીને નવાઇ લાગશે. એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા પોલીસે આરોપી લૂંટારાને મીઠી-મીઠી વાતોમાં ફસાવ્યો અને પછી તેને ઝડપી પાડ્યો.

હકીકતમાં દિલ્હીના મુંડકા વિસ્તારમાં કેટલાંક બદમાશોએ એક કેબ લૂંટી લીધી હતી. આ કેસનો નિવેડો લાવવા દરમિયાન પોલીસને એક આરોપી સોમવીરનો કૉલ રેકોર્ડ મળ્યો જે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. કૉલ ડિટેલ્સની મદદથી પોલીસ સોમવીરની ગર્લફ્રેન્ડ સુધી પહોંચી ગઇ અને તેનો ફોન જપ્ત કરી લીધો.

ફોન જપ્ત કર્યા બાદ પોલીસે એક મહિલા કોન્સ્ટેબલને તે નંબર દ્વારા વૉટ્સએપ પર સોમવીરને તે ભરોસો અપાવવા માટે કહ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે. પોલીસની આ તરકીબ કામ કરી ગઇ અને પોતાની ગર્લફ્રેન્ડ સમજીને સોમવીર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે વૉટ્સએપ પર મીઠી-મીઠી વાતો કરતો રહ્યો.

મહિલા કોન્સ્ટેબલે આરોપી સોમવીરને ચેટમાં ભરોસો અપાવ્યો કે તે તેને મળવા માટે આતુર છે. તે બાદ સોમવીરે ભરોસો કરીને મહિલા કોન્સ્ટેબલને સ્થળ અને સમય જણાવી દીધો જે બાદ ત્યાં સાદા કપડામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી.

કેબ લૂંટનો મુખ્ય આરોપી સોમવીર જેવો પોતાની પ્રેમિકાને મળવા નિશ્વિત સ્થાને પહોંચ્યો પોલીસે તેની ધરપકડ કરી લીધી અને કેસનો નિવેડો લાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: