ત્રણ યુવાનોની ગરદનમાં ઘુસી ગયા લોખંડના ગાર્ટર, જોતજોતામાં એવો ગંભીર અકસ્માત સર્જાયો કે…

પાટનગર નવી દિલ્હી રાજ્યનાં પંજાબી બાગ વિસ્તારનાં ફ્લાય ઓવર પર એક કારને નડેલાં ગંભીર અકસ્માતમાં કારમાંનાં કુલ 3 યુવાનોની ગરદનમાં લોખંડનાં ગાર્ટર ઘુસી ગયા હતા.…

પાટનગર નવી દિલ્હી રાજ્યનાં પંજાબી બાગ વિસ્તારનાં ફ્લાય ઓવર પર એક કારને નડેલાં ગંભીર અકસ્માતમાં કારમાંનાં કુલ 3 યુવાનોની ગરદનમાં લોખંડનાં ગાર્ટર ઘુસી ગયા હતા. એ ત્રણેયની સ્થિતિ બહુ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.

આ કાર રાજેશ નામનો એક યુવાક ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં ચરણજિત નામનો એક યુવાક બેઠો હતો તેમજ તેની પાછળની સીટ ઉપર બીજા બે દોસ્તો પ્રવીણ તેમજ તરુણ બેઠા હતા. એમ કહેવાય રહ્યું છે કે, કારની આગળ ફ્લાય ઓવર ઉપર પંક્ચર્ડ થયેલું એક ટ્રેક્ટર ઊભું હતું તેમાં લોખંડનાં ગાર્ટર હતાં. તેમ છતાં ટ્રેક્ટરની પાછળની બાજુ ગાર્ટર દેખાય એવી કોઇ લાઇટની વ્યવસ્થા નહોતી.

કાર ખુબ જ સ્પીડમાં હતી તેમજ ફ્લાય ઓવર ઉપર અંધારું હતું તેથી કાર ટ્રેક્ટરની સાથે જોરથી અથડાઇ હતી. તે પછી લોખંડનાં ગાર્ટર ચારમાંથી ત્રણની ગરદનમાં ઘુસી ગયા હતા. આ યુવાનોનાં પરિવારજનોએ એવો આરોપ લગાવ્યો કર્યો હતો કે, તેમનાં પાકિટ તેમજ મોબાઇલ ફોન ગૂમ હતા. આ પરથી સ્પષ્ટ છે કે, કોઇએ ચોરી કરી લીધી હતી. પ્રવીણ નામનાં યુવાકની ગરદનમાં ગાર્ટર ઘુસ્યા નથી એનાં હોશમાં આવવાની રાહ પોલીસ જોઇ રહી હતી.

એનાં મોબાઇલ ફોન દ્વારા કોઇએ આ યુવાકોનાં કુટુંબને જાણ કરી જેથી તેના પરિવારજનો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સમય સુધીમાં ત્યાંના લોકો દ્વારા આ યુવાકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં પાસેની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી કે, ખરેખર અકસ્માત કેવી રીતે થયો. એ સિવાય એ પણ તપાસ કરવાની છે કે, એ ચારેય યુવાકોમાં કોઇ પણ એ શરાબ પીધી ન હતીને કાર બહુ સ્પીડમાં હોવી જોઇએ તો જ આવો અકસ્માત થાય એવું પોલીસનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *