શિક્ષણનું મંદિર છે કે ભાજપનું કાર્યાલય? ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીનીઓને ફરજિયાત ભાજપ કાર્યકર્તા તરીકે જોડાવાનું ફરમાન

ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ ગુજરાત રાજ્યમાં ચુંટણી પણ નજીક આવતી જાય છે. ત્યારે ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં તમામ પક્ષો…

ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ ગુજરાત રાજ્યમાં ચુંટણી પણ નજીક આવતી જાય છે. ત્યારે ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં તમામ પક્ષો અને પાર્ટીઓ ધીરે ધીરે પોતાના કાર્ય જનતાની સામે આવે, અને પોતપોતાની પાર્ટીઓના એજેન્ડાઓ લઈને કાર્યપદ્ધતિ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. અને અવનવા કાર્યકર્મ દ્વારા ગુજરાતીઓની સામે પોતાના વર્ચસ્વની લડાઈ શરુ કરીને ચુંટણીની કામગીરી શરુ કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં એક અજીબ ઘટના સામે આવી છે.

હાલમાં ગુજરાત ભાજપ દ્વારા ગુજરાતભરમાં કાર્યકર્તા નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે, પક્ષપ્રમુખ સી.આર.પાટીલ પણ આ કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં જાતે સભ્ય નોંધણી માટે મિટિંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને ભાજપના તમામ હોદ્દેદારો જોર જોરથી કાર્યકર્તાઓની નોંધણી કરીને, ભાજપનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમજ ભાજપા દ્વારા એક ફોન નંબર જાહેર કરીને તેના પર મિસ્સ કોલ દ્વારા સભ્યોની નોંધણી શરુ કરી દીધી છે.

ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓમાં બાકી રહ્યા છે, ત્યારે પ્રચંડ પ્રચાર કરીને ભાજપ અને તેના કાર્યકર્તાઓ લોકોમાં રહેલી નારાજગી દૂર કરીને ભાજપ તરફ વાળવાના અવનવા પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને સભ્ય નોંધણી કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે ભાવનગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે ત્યાં શિક્ષણ ધામમાં ભાજપ કાર્યાલય ખુલી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કોલેજના નોટીસ બોર્ડના ફોટાએ ચર્ચા જગાવી છે.

ભાવનગરની શ્રીમતી ન. ચ. ગાંધી અને ભા. વા. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય શ્રીમતી આર.એ. ગોહિલે એક નોટિસ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જેમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે કે, આ કોલેજ નહીં પણ ભાજપ કાર્યાલય છે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઇ રહી છે. અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનો વિષય જાગ્યો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કે તેઓ કોલેજમાં અભાય્સ કરવા આવી રહ્યા છે કે, ભાજપના કાર્યાલયે ભાજપનો પ્રચાર?

કોલેજના આચાર્ય દ્વારા જે નોટીસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, કોલેજની તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે તમામ પક્ષમાં ભેજ કમિટિના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીએ આવતીકાલથી પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ આવે આ સભ્ય બનવા માટે ભાવનગર મહાનગરપાલિકા ની અંદર રહેતી વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકે છે.

નોટિસમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવુ. ભાવનગર મહાનગરપાલિકાની હદમાંથી આવતી તમામ વિદ્યાર્થિનીઓ જ સભ્ય બની શકશે. ત્યારે અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યુ હતુ. સમગ્ર વિવાદ સામે આવતા કોંગ્રેસ દ્વારા કુલપતિની ઓફિસ સામે દેખાવ કરવામાં આવશે.

જણાવી દઈએ તમને કે ચુંટણી નજીક આવી રહી હોવા સમયે જયારે આ વિવાદ વકર્યો છે ત્યારે વિપક્ષ હવે મેદાને આવી છે અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, શૈક્ષણિક સંસ્તાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. આજે બપોરે 12.30 કલાકે ભાવનગર યુનિવર્સિટી ખાતે કુલપતિ ઓફિસે યુથ કોંગ્રેસ, NSUI, સેનેટ સભ્યો દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી આવી નોટીસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *