પહેલા બેન્ક, હવે RTOની લાંબી-લાંબી લાઈન. શું મોદી સરકાર ખરેખર લોકતંત્ર માટે સંકટ છે ?

2014 માં જયારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જનતાને 2 કરોડ નોકરીઓ અને સ્વિડ્ઝ બેંકના કાળા પરત આવવાની આશા હતી. પરંતુ હાલની સ્થિતિ જોતા લોકતંત્ર…

2014 માં જયારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જનતાને 2 કરોડ નોકરીઓ અને સ્વિડ્ઝ બેંકના કાળા પરત આવવાની આશા હતી. પરંતુ હાલની સ્થિતિ જોતા લોકતંત્ર સંકટમાં હોય તેવું જણાય છે. લોકોએ વિકાસના નામે મોદીજીને ચૂંટ્યા હતા પરંતુ બદલામાં નોટબંધી અને GST મળ્યા. પ્રથમ ઓચિંતી નોટબંધી કરી અને લોકોને લાઈનોમાં લગાવ્યા, ત્યાર બાદ GST લાગુ કરીને ભોળી જનતાના ધંધા ભાંગ્યા. હવે નવા ટ્રાફિક નિયમો લાગુ કરીને જનતાને લાયસન્સ અને PUC ની લાઈનોમાં લગાવી દીધી છે. ટ્રાફિકના નવા નિયમ સાથે લાયસન્સ રિન્યુની 5 વર્ષની મર્યાદા ઘટાડીને 1 વર્ષ કરી દેવામાં આવી છે જેને કારણે રાજ્યમાં 50 લાખ લાયસન્સ ધારકોને અસર પહોચી રહી છે.

અમદાવાદમાં જ 5 લાખથી વધુ લોકો લાયસન્સ રીન્યુ કરવા લાઈનમાં લાગ્યા :-

અમદાવાદમાં જ 5 લાખ લોકોએ પોતાના લાયસન્સ રીન્યુ કરાવવા પડશે. લોકોએ કાચા અને પાકા લાયસન્સ નવેસરથી કઢાવવા પડશે. એવામાં RTOમાં સર્વર ડાઉન અને એ સિવાયની લાંબી લાંબી કતારોથી બચવા માટે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે કોઈ પગલા લીધા નથી.10 ઘણો દંડ તો વધારી દેવામાં આવ્યો છે પણ સરકારે જવાબ આપવો જોઇએ કે ટ્રાફિકને લગતી સુવિધામાં કેટલો વધારો કરાયો છે?

લાયસન્સ રિન્યુમાં 5000થી વધુ ખર્ચ થાય છે :- 

મુદ્દત વિતી ગઇ હોય તેવા લાઇસન્સ ધારકોએ વાહનના કાચા અને પાકા લાઇસન્સ માટે ફરીથી અરજી કરવી પડશે.જેમાં ટૂ વ્હીલરના કાચા અને પાકા માટે રૂપિયા રૂા. 900 અને અને ટૂ-ફોર વ્હીલર લાઇન્સના 1350 અને ટૂ-થ્રી-ફોર વ્હીલર લાઇસન્સના 1850 વસૂલાય છે. એ સિવાય એપોર્ટમેન્ટ લેવી ઈ-પેમેન્ટ કરવું આ બધાનો ખર્ચો ઉમેરો એટલે કે, ખર્ચ રૂા. 5000 થઈ જાય છે.

સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે. હાલમાં નવા ટ્રાફિક નિયમો હેઠળ દંડની રકમ અતિશય વધારી દેવામાં આવી છે પરંતુ સદ્દનસીબે ગુજરાત સરકાર દ્વારા રાહત આપવામાં આવી. આ વધેલા દંડ જોતા એવું લાગે છે કે સરકાર વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીના પૈસા જાણતા પાસેથી ઉઘરાવાના વિચારમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *