શું તમારે પણ એક કરતા વધારે બેન્કમાં એકાઉન્ટ છે? તો થઇ જાવ સાવધાન

જો તમારે એક કરતા વધારે બેંકમાં ખાતા છે તો થોડી તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલવાના કેટલાક ગેરફાયદા છે. અને…

જો તમારે એક કરતા વધારે બેંકમાં ખાતા છે તો થોડી તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલવાના કેટલાક ગેરફાયદા છે. અને આ વાતને લઈને બહુ ઓછા લોકો પાસે જાણકારી છે. તમને જણાવી દઈએ કે બેંક ખાતું રાખવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું હોય છે. એવું ન કરવા પર બેંક તમારા પાસેથી ચાર્જ વસુલે છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે કોઈ  બેંક ખાતુ બંધ કરો છો તો તેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સને તમારે ડીલીંક કરવું પડશે. કારણ કે બેંક ખાતામાંથી લોન, ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સાથે જોડાયેલી પેમેન્ટ લિંક હોય છે.

ચાલો તમને જણાવી દઈએ કે તમે બેંક ખાતું કઈ રીતે બંધ કરી શકો છો.

વર્તમાન સમયમાં લોકો વારંવાર નોકરીઓ બદલતા રહેતા હોય છે, આવી સ્થિતિમાં દરેક કંપની સેલેરી ખાતું ખોલી આપે છે. તેથી જૂની કંપનીનું ખાતું લગભગ નકામુ થઈ જાય છે. એટલે કે તેનો ઉપયોગ વધારે રહેતો નથી. જો તમારા કોઈપણ પગાર ખાતામાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી પગાર મળતો નથી તો તે આપમેળે બચત ખાતામાં ફેરવાય જાય છે. તમારૂ ખાતું પગાર ખાતામાંથી બચત ખાતામાં ફેરફાર થાય એટલે તે ખાતા માટે બેંકના નિયમો પણ બદલાઇ જાય છે. આ નિયમો અનુસાર, ન્યૂનતમ રકમ પણ ખાતામાં રાખવી જરૂરી બને છે અને જો તમે આ રકમ ન રાખો તો બેન્કો દ્વારા પણ દંડ વસૂલ કરવામાં આવે છે અને ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે.

ઘણી બેંકોમાં ખાતું હોવાને કારણે તમને આવકવેરો ભરતી વખતે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા દરેક બેંક ખાતાઓથી સંબંધિત માહિતી આપવી પડશે. ઉપરાંત, તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ આપવાનું પણ કાર્ય મુશ્કેલ બની જાય છે. જો તમે નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમે પૈસા પણ ગુમાવી શકો છો. ધારો કે તમારી પાસે ચાર બેંક ખાતા છે જેમાં લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા હોવા જોઈએ. આના પર તમને વાર્ષિક વ્યાજ 4 ટકાના દરે મળશે. આ પ્રમાણે તમને લગભગ 1600 રૂપિયાનું વ્યાજ મળશે. હવે તમે બધા ખાતા બંધ કરો અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં આ રકમનું રોકાણ કરો, તો અહીં તમે ઓછામાં ઓછું 10 ટકા વળતર મેળવી શકો છો.શકાય છે.

ખાતું બંધ કરવાનું ફોર્મ આ રીતે ભરો

1.ખાતું બંધ કરતી વખતે તમારે ડિ-લિંકિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડી શકે છે. ખાતું બંધ કરવાનું ફોર્મ બેંક શાખામાં ઉપલબ્ધ હોય છે.

2.તમારે આ ફોર્મમાં એકાઉન્ટ બંધ કરવાનું કારણ આપવું પડશે. જો તમારું એકાઉન્ટ સંયુક્ત ખાતું છે  તો ફોર્મ પર બધા ખાતાધારકોની સહી આવશ્યક છે.

3.તમારે બીજું પણ એક ફોર્મ ભરવું પડશે. જેમાં તમારે તે ખાતાની માહિતી આપવી પડશે જેમાં તમે બાકીના પૈસા બંધ ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો.

4.ખાતું બંધ કરવા માટે તમારે જાતે બેંક શાખામાં જવું પડશે.

ખાતું બંધ કરવાનો કેટલો ચાર્જ થાય ?

ખાતું ખોલવાના 14 દિવસની અંદર ખાતું બંધ કરવા માટે બેંકો કોઈપણ પ્રકારનો ચાર્જ હોતો નથી. જો તમે ખાતું ખોલ્યાના 14 દિવસ પછી અને તે એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં બંધ કરો છો, તો તમારે એકાઉન્ટ બંધ ચાર્જ ચૂકવવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ કરતા વધુ જૂનું ખાતું બંધ થવા પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી.

ક્યા ડોક્યુમેન્ટ આપવો પડશે?

બેંક તમને બેંકના ન વપરાયેલ ચેકબુક અને ડેબિટ કાર્ડ ફોર્મની સાથે જમા કરવા માટે કહેશે.

શું તમારા ખાતામાં પૈસા છે?

ખાતામાં પડેલા પૈસા રોકડમાં ફક્ત 20,000 રૂપિયા સુધી ચૂકવી શકાય છે. તમારી પાસે આ પૈસા તમારા અન્ય બેંક એકાઉન્ટમાં સ્થાનાંતરિત કરવાનો પણ વિકલ્પ મળે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

જો તમારા એકાઉન્ટમાં વધુ પૈસા છે, તો ક્લોઝર પ્રક્રિયા શરૂ કરતા પહેલા, તેને બીજા ખાતામાં સ્થાનાંતરિત કરો. ખાતાનું છેલ્લુ સ્ટેટમેન્ટ તમારી પાસે રાખો. જેમાં એકાઉન્ટ બંધ થવાનો ઉલ્લેખ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *