માસ્ક હટાવ્યા વગર ભોજન કરી શકશો, કોણે કરી શોધ અને કેટલી છે કીમત

આ સમયે આખી દુનિયા કોરોનાવાયરસ થી યુદ્ધ લડી રહી છે. બધા લોકો આનાથી બચવા માટે નવા નવા ઉપાયો અજમાવી રહ્યા છે. આની વચ્ચે ઈઝરાયલની એક…

આ સમયે આખી દુનિયા કોરોનાવાયરસ થી યુદ્ધ લડી રહી છે. બધા લોકો આનાથી બચવા માટે નવા નવા ઉપાયો અજમાવી રહ્યા છે. આની વચ્ચે ઈઝરાયલની એક કંપનીએ એવો જ એક પ્રયોગ કર્યો. કંપની એ એક અનોખુ માસ્ક બનાવ્યું છે. આની ખાસિયત એ છે કે ખોરાક ખાવા માટે તેને ઉતારવાની જરૂર પડતી નથી.

તમે આ માસ્ક પહેરીને આરામથી ખોરાક ખાઈ શકો છો. તેનાથી કોરોના ફેલાવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે. જાણકારી અનુસાર મશીન સાથે જોડાયેલા આ માસ્કને રિમોટથી ચલાવી શકાય છે. આ માસ્ક બનાવવા વાળી કંપનીએ કહ્યું છે કે રીમોટ કંટ્રોલ ની મદદથી માસ્ક પહેરનાર તેને ચલાવી શકે છે.

આ ઉપરાંત કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ ઓટોમેટીક પણ કામ કરે છે. લોકોમાં આ માસ માટે ઉત્સુકતા જોવા મળી છે. આ માસ્કમાં સેન્સર લાગેલા હશે, જે હાથ અથવા ચમચી નજીક આવતાં જ ખુલી જશે.

આ મહિનાથી ચાલુ થશે ઉત્પાદન

માસ્કને બનાવવાવાળી કંપની ના ઉપાધ્યક્ષ અસફ ગિટેલિસનું કહેવું છે કે ચમચીને જ્યારે મોઢા પાસે લાવવામાં આવશે ત્યારે માસ્ક આપોઆપ ખૂલી જશે. આ ઉપરાંત માસ્કને રીમોટ દ્વારા પણ ખોલી શકાશે. હાલ તો સામાન્ય જનતા માટે આ માસ્ક ઉપલબ્ધ નથી. કંપની આ મહિનાથી આ માસ્કનું મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ માસ્ક બજારમાં વેચાય ત્યારે આના માટે સામાન્ય માસ્ક કરતા 200થી 300 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *