પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાવુક થયા ગુજરાતના કેજરીવાલ ઈસુદાન- જાણો શું બોલ્યા?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીમાં(AAP)થી રાજીનામું આપનારા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala) અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh Savani)ના પાર્ટી છોડવાને લઈને આજ રોજ આમ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીમાં(AAP)થી રાજીનામું આપનારા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala) અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh Savani)ના પાર્ટી છોડવાને લઈને આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી(Isudan Gadhvi) બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ કરી આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને હોદ્દાઓ પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં હજી કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે.

ત્યારે આ પત્રકાર પરિષદ દરમિયાન પોતાના પર લગાવેલા આરોપોને લઇ ઇસુદાન ગઢવી ભાવુક થઇ ગયા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાવુક થઈ કહ્યું કે, ભાજપે મારા પર દારૂનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મને ગઈ કાલે કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકોએ હિંમત ન હારવા માટે કહ્યું છે.

વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવતા કહ્યું કે, અમને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. અમે લોકો માટે લડતા હતા લડીશું અને લડતા રહેશું. ભાજપ દ્વારા કૌભાંડથી ધ્યાન ભટકાવવા માટે અમારા નેતાઓને ફોડવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે, ટાઈગર અભી જિંદા હૈ, અમે બમણા જોરથી લડવાનું છે, મારા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે કોઈ મતભેદ નથી.

વધુ ઉમેરતા કહ્યું છે કે, અમે મરીશું ત્યાં સુધી લડીશું અને AAPના ક્રાંતિવિરો 100-100 લોકોને પાર્ટીમાં જોડે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બને. ભાજપે અમારા નેતાઓને તેમના પક્ષમાં લેવાની નીતિ અપનાવી છે. ભાજપની ટેક્નિક છે તે રૂપિયાથી ખરીદી લે છે. તમે વધ સાથ આપજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે.

કહ્યું કે, આજે મારૂં હૈયું ભરાઇ ગયું છે. ડરાવવા, ધમકાવવા, ફસાવવા એ ભાજપની રાજનીતિ ચાલી રહી છે. પાટીલ ભાઉ લખીને રાખજો, જેની પાર્ટી તોડવામાં આવી તેમને ગુજરાતની જનતા સહાનુભૂતિથી બહુમત આપે છે.

હું આપમાં નથી પરંતુ આપ મારામાં છેઃ આપ નેતા ઈસુદાન ગઢવી
રાજીનામાઓનાં દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં રહેલું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આજે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે મોટા ખુલાસાઓ કરવામાં આવશે.

આ ઉપરાંત જે પણ નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફો અને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને જ તેઓ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચુક્યાં હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાસે પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીની જોડી સિવાય કોઇ રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *