કોરોના કાળમાં કેટલીય રાજ્ય સરકારોના છોતરા કાઢનાર ભાસ્કર ની ઓફિસો પર દેશભરમાં આઈટી રેડ

કોરોનાની બંને લહેર દરમ્યાન દેશની તમામ રાજ્ય સરકારોના છોતરા કાઢી નાખનાર દિવ્ય ભાસ્કરની પૈતૃક કંપની ભાસ્કર ગ્રુપની દેશભરની ઓફિસમાં કેટલીય જગ્યાએ વહેલી સવારે ચાર વાગ્યા…

કોરોનાની બંને લહેર દરમ્યાન દેશની તમામ રાજ્ય સરકારોના છોતરા કાઢી નાખનાર દિવ્ય ભાસ્કરની પૈતૃક કંપની ભાસ્કર ગ્રુપની દેશભરની ઓફિસમાં કેટલીય જગ્યાએ વહેલી સવારે ચાર વાગ્યા થી ઇન્કમ ટેક્સ વિભાગની રેડ પડી છે. આ રેડ દેશના જયપુર, અમદાવાદ, નોઇડા મુંબઈ ઓફીસ અને ભાસ્કર ગ્રુપના સંચાલકો જેઓ ભોપાલ સ્થિત છે તેઓના નિવાસ સ્થાનો પર પણ પાડવામાં આવી છે.

આ તમામ ઠેકાણાઓ પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન આદર્યું છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર જયપુર અને અમદાવાદની ઓફીસ સીલ કરવામાં આવી શકે છે. જો કે આ બાબતે હજુ કોઈ પુષ્ટિ થઇ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોર, રાજસ્થાનના જયપુર, ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રના કેટલાક સ્થળોએ દરોડા / સર્ચ ઓપરેશન ચાલુ છે. આઇટી વિભાગ દ્વારા મધ્ય પ્રદેશમાં ઓફીસ પરિસર તેમજ તેના પ્રમોટરોના રહેણાંક જગ્યાઓ પર પહોચીને સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

આઇટીના સૂત્રો જણાવે છે કે જૂથ દ્વારા કરચોરી અંગેની ટીપ મળ્યા બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં મુખ્ય મથક ધરાવતું, દૈનિક ભાસ્કર જૂથ દેશના સૌથી મોટા મીડિયા જૂથમાંનું એક છે, જે વિવિધ ભાષાઓમાં ડઝન જેટલા રાજ્યોમાં 60 થી વધુ આવૃત્તિઓ બહાર પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *