પ્રધાનમંત્રી મોદી અટલ ટનલના લોકાર્પણ પર બોલ્યા એવું કે લોકો કોંગ્રેસને આપશે ગાળો

PM મોદી દ્વારા આજ રોજ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આ ટનલ સાધારણ લોકોની અવરજવર માટે ખોલવામાં…

PM મોદી દ્વારા આજ રોજ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આ ટનલ સાધારણ લોકોની અવરજવર માટે ખોલવામાં આવશે. આ બનાવે રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જય રામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. અમે તમને જણાવી દઇએ કે, આ ટનલ સમુદ્ર સપાટીથી 10,000 ફૂટ ઉપર છે, જે લેહને મનાલીથી જોડે છે. આ ટનલ ભારત દેશ અને ચીન દેશની સરહદથી ઘણી દૂર નથી, તેથી તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વ છે.

ઉદ્ઘાટન પછી PM મોદીએ શું કહ્યું?
PM મોદી દ્વારા હિમાચલમાં વિતાવેલા દિવસોને યાદ કરવામાં આવ્યા. PM અવારનવાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે અહીંયા આવતાં હતાં. મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આજે ખાલી અટલ જીનું જ સ્વપ્ન પૂરું થયું નથી પણ આજે હિમાચલ પ્રદેશનાં કરોડો લોકોની વર્ષો જૂની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આજ રોજ મને અટલ ટનલનું લોકાર્પણ કરવાનો મોકો મળ્યો તે મારું સૌભાગ્ય છે. ઉપરાંત PM મોદીએ કહ્યું છે કે, આ ટનલ દ્વારા મનાલી તેમજ કેલોંગની વચ્ચેનું અંતર 3 થી 4 કલાક ઘટશે. પર્વતનાં મારા ભાઈ બહેનો જ આ સમજી શકે છે કે, પહાડ પર 3 થી 4 કલાકનું અંતર ઘટવાનો મતલબ શું હોય છે.

UPએ ભારત સરકાર પર નિશાન સાંધ્યું…
PM મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે, વાજપેયી સરકાર ગયા બાદ આ પ્રોજેક્ટ બંધ પડી ગયો હતો. મોદીએ કહ્યું કે “અટલજીએ વર્ષ 2002માં આ ટનલ માટે એપ્રોચ રોડનો પાયો નાંખ્યો હતો. અટલજીની સરકાર ગયા પછી આ કામ બંધ થઇ ગયું હતું. આ સ્થિતિ એવી હતી કે, વર્ષ 2013 થી 2015 સુધીમાં આ ટનલનું ખાલી 1300 મીટર જેટલું જ કામ થયું હતું.

નિષ્ણાતો દ્વારા કહેવામાં આવે છે કે, વર્ષ 2014માં અટલ ટનલનું કામ જે ઝડપથી થઇ રહ્યું હતું તે જોતા આ ટનલનું કામ 2040 સુધીમાં પૂર્ણ થાત. આજ રોજ તમારી જે ઉંમર છે તેમાં 20 વર્ષ ઉમેરો તે સમયે છેક લોકોનાં જીવનમાં આ દિવસનું સપનું સાકાર થાત.

મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે, અગાઉ સરકારની અવગણના છતાં તેમની સરકાર દ્વારા ગતિ દેખાડવામાં આવી. ઉપરાંત તેમણે કહ્યું કે, “અટલ ટનલનાં કામમાં વર્ષ 2014 બાદ અભૂતપૂર્વ તેજી આવી હતી. પરિણામે જ્યાં પ્રતિ વર્ષે પહેલા 300 મીટરની ટનલ બનતી હતી, તેની ગતિ વધીને 1400 મીટર પ્રતિ વર્ષ થઈ ગઈ. ખાલી 6 વર્ષમાં 26 વર્ષનું કામ પૂર્ણ કરી લીધું.

DBઓનાં ડેવલપમેન્ટ અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો
PM મોદીએ દૌલત બેગ ઓલ્ડી એરસ્ટ્રિપ બંધ થવા બાબતે પણ સવાલો ઉઠાવ્યા. ઉપરાંત તેમણે કહ્યું, “અટલ ટનલની જેમ, ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. લદ્દાખમાં વ્યૂહાત્મક રીતે બહુ જ મહત્વ એર સ્ટ્રીપ દોલત બેગ ઓલ્ડી 40 થી 45 વર્ષ સુધી બંધ હતી. આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે, અટલ જીની સાથે, એક અન્ય પુલનું નામ પણ જોડાયેલું છે – કોસી મહાસેતુનું. અટલ જી દ્વારા બિહાર રાજ્યમાં કોસી મહાસેતુનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. વર્ષ 2014 માં સરકારમાં જોડાયા બાદ અમે કોસી મહાસેતુનું કામ પણ ઝડપથી પૂર્ણ કરાવ્યું. અમુક દિવસ અગાઉ જ કોસી મહાસેતુનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *