જો આ ગામમાં જઈને રહેશો તો મળશે મફત ઘર અને 8.17 લાખ રુપિયા, જુવો તસ્વીરો

ઇટાલીનું એક ગામ પોતાને ત્યાં રહેનારને મફતમાં ઘર અને 10000 યૂરો એટલે કે લગભગ 8.17 લાખ રુપિયા આપવાની ઓફર આપી રહ્યું છે. તેનો આ પ્રસ્તાવ…

ઇટાલીનું એક ગામ પોતાને ત્યાં રહેનારને મફતમાં ઘર અને 10000 યૂરો એટલે કે લગભગ 8.17 લાખ રુપિયા આપવાની ઓફર આપી રહ્યું છે. તેનો આ પ્રસ્તાવ ખાસ કરીને યુવા ફેમિલી માટે છે. ગામના લોકોની ઇચ્છા છે કે નવા લોકો અહીં આવે અને તેમના સમુદાયનો ભાગ બને. આ ગામ સુંદર પહાડ પર છે. જ્યાં જુની ઢબના મકાન બનેલા છે. સુંદર વાતાવરણ અને લાંબા-લાંબા ખેતર છે.

આ ગામ ઉત્તરી ઇટાલીના પીડમાંટ ક્ષેત્રમાં લોકાના જિલ્લામાં છે. આ જિલ્લાના ઘણા ગામો સુમસામ પડ્યા છે. અહીંની વસતી ઘણી ઓછી થઈ ગઈ છે. મોટા ભાગના ઘરડા લોકો છે. તેથી તે ઇચ્છે છે કે ગામમાં કેટલાક યુવાનો આવે. તેમના ત્યાં રહે. આ ગામ ઇટાલીના પ્રમુખ શહેર તુરિનથી 45 કિલોમીટર દૂર છે.

શરુઆતમાં આ ગામમાં એવા લોકોને રહેવા આવવા દેવાતા હતા જે ઇટાલીમાં રહ્યા હોય પણ આ પછી મ્યુનિસિપાલિટીએ હવે આ યોજનાને મોટી કરી છે અને દુનિયાભરના લોકોને રહેવા માટે આમંત્રણ છે.

અહીં રહેવાની એક શરત છે કે નવા ફેમિલીમાં એક બેબી હોવી જોઈએ. સાથે તેનો પગાર છ હજાર યૂરો એટલે કે 4.9લાખ રુપિયા હોવો જોઈએ. તેણે સંકલ્પ લેવો પડે કે તે આ વિસ્તારમાં જ રહેશે. તેને ત્રણ વર્ષના અંદર ગામના લોકો રકમ આપશે.

આ ગામ ઘણું પ્રાચીન છે. તેને 1185ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. અહીંની બિલ્ડિંગો જોઈને લાગે છે કે એક જમાનામાં વિસ્તાર ઘણો મહત્વનો અને સમૃદ્ધ રહ્યો હશે. અહીંના મકાનો પત્થર અને લાકડાના બનેલા છે. અહીં એક હાઇડ્રો ઇલેક્ટ્રીસિટી પ્લાન્ટ છે, જે પોતાની વિજળી ઇટાલીના રાજ્યો અને ઇન્ડસ્ટ્રીને વેચે છે.

અહીંના મેયર ગિવોની બ્રૂનોનું કહેવું છે કે તે ઇચ્છે છે કે દૂરના મજુર કે એવા લોકો અહીં આવે જે અહીં પોતાના બિઝનેસ શરુ કરવા માંગે છે. ખાસ કરીને અહીંની બંધ દુકાનો, બાર અને રેસ્ટોરન્ટ શરુ કરી શકે. આ ગામમાં 1900ની શરુઆતમાં 7000 લોકો રહેતા હતા. હવે અહીંની વસ્તી ફક્ત 1500ની રહી છે. કારણ કે લોકો નોકરીની શોધમાં શહેર તુરિન ચાલ્યા ગયા છે. આ ફક્ત એક ગામની વાત નથી આખા ઇટાલીમાં આવી સમસ્યા છે.

ઇટાલીના ઘણા ગામો ઓછી વસ્તીના કારણે વિલુપ્ત થવાનો ખતરો ઉભો થયો છે. તેથી ઘણા ગામોમાં સસ્તામાં સંપતિ વેચવાની અને લોકોને આકર્ષિત કરવાની યોજના શરુ કરવામાં આવી રહી છે.

ઇટાલીના અન્ય એક ગામ બોર્ગોમેજવિલે (320 લોકોની વસ્તી)માં બાળકો પેદા કરવા માટે 1000 યૂરો આપવાનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે.

ઇટાલીમાં વિદેશીઓ પર પ્રોપર્ટી ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી પણ અહીં પ્રોપર્ટી ખરીદવાની પ્રક્રિયા સીધી અને બીજા દેશોથી અલગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *