તમે ઇન્કમ ટેક્ષ રીટર્ન નથી ભર્યું? તો આ સમાચાર તમારા માટે છે ખાસ

કેન્દ્રીય નાણાં મંત્રાલયે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યક્તિગત કરદાતાઓએ તેમના આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ…

કેન્દ્રીય નાણાં મંત્રાલયે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યક્તિગત કરદાતાઓએ તેમના આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 છે. નાણાં મંત્રાલયે શનિવારે આ માહિતી આપી. અગાઉ, કરદાતાઓ માટે ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી.

તમને જણાવી દિયે કે કે કેન્દ્ર સરકારે મે મહિનામાં નાણાકીય વર્ષ 2019-20 માટે  ઇન્કમ ટેક્સ રીટર્ન ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇથી 30 નવેમ્બર 2020 સુધી વધારી હતી. ત્યારબાદ સીબીડીટીએ તેના આદેશમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2019-20 માટે વિલંબિત અથવા સુધારેલા આઇટીઆર ફાઇલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી વધારીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી હતી. કોરોના સંકટને કારણે સરકારે આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે ચોથી વખતની મુદત લંબાવી છે.

અગાઉ માર્ચમાં સરકારે અંતિમ તારીખ 31 માર્ચ 2020 થી વધારીને 30 જૂન 2020 કરી હતી. આ પછી 31 જુલાઈ 2020 અને ત્યારબાદ 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *