10 વર્ષના બાળકે 12 વર્ષની કિશોરીને બનાવી ગર્ભવતી- બાળક બન્યો દુનિયાનો સૌથી નાની વયનો પિતા

દુનિયામાં અવાર-નવાર અજીબો-ગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 13 વર્ષની ઉમરે કિશોરી માતા બની ગઈ…

દુનિયામાં અવાર-નવાર અજીબો-ગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 13 વર્ષની ઉમરે કિશોરી માતા બની ગઈ છે. અને આ બાળકનો પિતા માત્ર 10 વર્ષનો છે. આ ઘટના રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં ક્રાસ્નોયાર્સ્ક શહેરની છે. હાલમાં વૈશ્વિક સ્તરે આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. અહીંની દારિયા સુડિનિશ્નિકોવા નામની 13 વર્ષની કિશોરી ગર્ભવતી બની હતી અને તેણે એવો દાવો કર્યો હતો કે, તેનાં બાળકનો પિતા 10 વર્ષનો ઈવાન છે, જે તેનો બોયફ્રેન્ડ છે અને તેની સાથેના શારીરિક સંબંધો થકી તે ગર્ભવતી થઈ છે. હાલમાં દારિયાએ દીકરીને જન્મ આપ્યો છે. 10 વર્ષનો બાળક પિતા બનવા કઈ રીતે સક્ષમ હોઈ શકે એ અંગે વૈશ્વિક ચર્ચાઓ શરૂ થઈ છે.

દારિયાના સાડા ત્રણ લાખ ફોલોઅર્સ
આ ઘટના સાંભળવામાં વિચિત્ર લાગે પણ એકદમ સાચી છે. 13 વર્ષની દારિયા પ્રેગનન્ટ બની ત્યારે તેણે જાહેર કર્યું હતું કે, 10 વર્ષની વય ધરાવતો ઈવાન તેનો બોયફ્રેન્ડ છે અને એ જ આવનાર બાળકનો પિતા છે. એ પછી રશિયાના પ્રાઈમ ટાઈમ ટીવીમાં એક ટોક-શોમાં ભાગ લઈ રહેલી દારિયાએ તેનો પુનરોચ્ચાર કર્યો હતો. એ કાર્યક્રમમાં 10 વર્ષનો ઈવાન પણ ઉપસ્થિત રહ્યો હતો અને તેણે પણ સ્વીકાર્યું હતું કે આવનાર બાળકનો પિતા એ પોતે છે. એ પછી દારિયા સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય બની ગઈ અને તેનાં ફોલોઅર્સનો આંકડો 3.5 લાખથી વધુ થઈ ગયો હતો. દારિયાએ એ ટોક શો દરમિયાન એ પણ કહ્યું હતું કે અગાઉ એક 16 વર્ષિય તરુણે તેના પર બળાત્કાર કર્યો હતો, પરંતુ પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા તો ઈવાન જ છે.

હાલ બંને સાથે નથી, પણ રિલેશનશીપ ચાલુ છે
મળતી માહિતી અનુસાર, 15 ઓગસ્ટે બાળકને જન્મ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર દારિયાએ પોતે જ ફોલોઅર્સને જાણ કરતાં કહ્યું હતું કે, ‘આજે સવારે 10 વાગ્યે મેં દીકરીને જન્મ આપ્યો છે. તે 85 પાઉન્ડની છે અને અમે બંને સ્વસ્થ છીએ.’ દારિયાની આ જાહેરાત પછી ફરીથી રશિયન સમાચાર માધ્યમોમાં તે યંગેસ્ટ મધર તરીકે છવાઈ ગઈ છે. સમાંતરે ઈવાન પણ સંભવતઃ વિશ્વના સૌથી નાની ઉંમરના પિતા તરીકેની ક્રેડિટ મેળવી રહ્યો છે. દારિયાએ ફોલોઅર્સને જણાવ્યા પ્રમાણે, હાલ તે અને ઈવાન સાથે નથી રહેતાં, પરંતુ બંનેના સંબંધો આજે પણ યથાવત છે. તેઓ નિયમિત રીતે મળતાં રહે છે. આ સંબંધ જો યથાવત રહેશે તો સાઈબેરિયાના કાનૂન મુજબ, ઈવાન 16 વર્ષનો થયા પછી બાળકીના પિતા તરીકેની માન્યતા મેળવી શકશે.

વિશ્વનો સૌથી નાની વયનો બાપ
આ ઘટનાના કારણે હાલમાં વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યજનક છે. 10 વર્ષનો બાળક પિતા બનવા સક્ષમ હોય શકે. રશિયન મેડિકલ સાયન્ટિસ્ટ ડો. એલ્બી ઝેવેન્સીના કહેવા પ્રમાણે, રશિયન માધ્યમોના અહેવાલ પછી તેમણે 10 વર્ષિય ઈવાનની તબીબી ચકાસણી કરી હતી અને આશ્ચર્યજનક રીતે તે પિતા બનવા સક્ષમ હોવાનું જણાયું છે. આ જવલ્લે જ બનતી ઘટના છે અને સંભવતઃ ઈવાન દુનિયાનો સૌથી નાની ઉંમરનો બાપ હોઈ શકે. હવે દારિયાએ બાળકીને જન્મ આપ્યા બાદ સાઈબેરિયન પોલીસ તેનાં ડીએનએ મેળવશે અને ઈવાનનું પિતૃત્વ સાબિત થયા બાદ કાનૂની કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *