રથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

અમદાવાદ(Ahmedabad): ગુજરાતના(Gujarat) અમદાવાદથી(Ahmedabad) નીકળતી જગન્નાથ યાત્રા(Jagannath Yatra) શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પહિંદ વિધિથી જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ પટેલે…

અમદાવાદ(Ahmedabad): ગુજરાતના(Gujarat) અમદાવાદથી(Ahmedabad) નીકળતી જગન્નાથ યાત્રા(Jagannath Yatra) શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પહિંદ વિધિથી જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો.

ગુજરાતના અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાનો શુક્રવારે પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિથી કાયદો અને વ્યવસ્થા સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી હતી. અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રા સરસપુર વિસ્તારમાં જશે, જે ભગવાન જગન્નાથના મામાનું ઘર હોવાનું કહેવાય છે. ભગવાન જગન્નાથ જૂના અમદાવાદમાં પ્રેમ દરવાજા થઈને મંદિરે પાછા ફરે છે.

અમદાવાદમાં ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળતી રથયાત્રાની તર્જ પર આ પ્રસંગ પહેલા મંગળા આરતી કરવામાં આવી હતી. 145મી રથયાત્રા પહેલા મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથની આંખ પરની પટ્ટી ખોલવામાં આવી હતી. મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હાજરી આપી હતી. ભગવાન જગન્નાથ 2 જુલાઈએ જૂના અમદાવાદમાં નગરયાત્રા પર જશે. આ યાત્રા 19 કિલોમીટર લાંબી હશે.

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બે વર્ષ બાદ સામાન્ય ભક્તો પણ જગન્નાથ રથયાત્રામાં ભાગ લઈ શકશે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમિત શાહે મંગલા આરતી ઉતારી

અત્રે નોંધનીય છે કે, અગાઉ એવા અહેવાલ હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે હાજરી નહીં આપે. પરંતુ આવું ન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રાના આયોજનમાં પરંપરાને અનુસરીને પહિંદ વિધિથી યાત્રાનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *