મોટી ઉંમરે પણ જુવાનીયા જેવી સ્કીન રાખવી હોય તો ચહેરા પર લગાવો ‘ગોળનો પેસ્ટ’

ગોળનું ફેસ પેક: આપણે જોઈએ છીએ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થાય છે. વધતી ઉંમરને કારણે લોકો…

ગોળનું ફેસ પેક: આપણે જોઈએ છીએ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થાય છે. વધતી ઉંમરને કારણે લોકો કરચલીઓ, ફ્રીકલ્સ, ફાઇન લાઇન્સ અને ખીલની સમસ્યા સાથે પણ સંઘર્ષ કરે છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો તો આ ઉપચાર તમારી ત્વચા માટે ઉપયોગી છે. ગોળમાંથી તૈયાર કરેલા ફેસ પેકની મદદથી તમે ત્વચાની આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો. ગોળના બનેલા ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને ચમકીલી બને છે.

ત્વચાના નિષ્ણાતોનું કેહવું છે કે, ગોળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં અસરકારક છે. પાચનમાં સુધારો કરવા સાથે, તે કુદરતી રીતે ત્વચાને સુંદર બનાવે છે. ગોળ ખીલ, પિગમેન્ટેશન, ફ્રીકલ્સ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ ગોળના આસન ફાયદા.

1.ગોળમાંથી ડાઘ દૂર કરો:
-એક ચમચી ગોળ પાવડરમાં એક ચમચી ટમેટાનો રસ, લીંબુનો રસ અને હળદર મિક્સ કરો.
-હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.
-તેને 15 મિનિટ માટે ચહેરા પર રેહવા દો.
-ત્યારબાદ ત્વચાને સામાન્ય પાણીથી સાફ કરો.

2.ગોળ સાથે કરચલીઓ દૂર કરો:
-એક ચમચી કાળી ચા, એક ચમચી દ્રાક્ષનો રસ એક ગોળમાં મિક્સ કરો
-હવે એક ચપટી હળદર અને થોડું ગુલાબજળ ઉમેરો.
-આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો.
-ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *